લોરી દ્વારા માઇગ્રન્ટ્સને ઘૂસાડનારા 3 માનવ તસ્કરો જેલ ભેગા કરાયા

Tuesday 06th August 2024 11:15 EDT
 
 

લંડનઃ યુકેમાં સંખ્યાબંધ માઇગ્રન્ટ્સને ઘૂસાડનારા 3 માનવ તસ્કરોને જેલ ભેગા કરી દેવાયાં છે. ઓક્સફર્ડ ક્રાઉન કોર્ટે વકાસ ઇકરામને 9 વર્ષ, નજિબ ખાનને 9 વર્ષ અને જલાલ તારખૈલને 4 વર્ષ કેદની સજા ફટકારી હતી. ઇસ્ટ લંડનમાં રહેતા આ ત્રણે માનવ તસ્કરો જીપીએસ ટ્રેકર દ્વારા લોરીમાં માઇગ્રન્ટ્સને સંતાડીને યુકેમાં ઘૂસાડતા હતા. ડાગેનહામનો વકાસ ઇકરામ તો ચાર માઇગ્રન્ટ્સ સાથે માર્ચ 2021માં રંગે હાથે ઝડપાઇ ગયો હતો. તે માનવ તસ્કરોના ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગ્રુપના ગેંગ લીડર મોહમ્મદ મોક્તેર હોસૈન માટે કામ કરતો હતો. હૌસેનને પણ 10 કરતાં વધુ કેદની સજા અપાઇ હતી. તેઓ યુકેમાં ઘૂસાડવા માટે પ્રતિ માઇગ્રન્ટ 7000 પાઉન્ડ વસૂલતા હતા. નજિબ ખાને ઇંગ્લિશ ચેનલ દ્વારા માઇગ્રન્ટ્સને લાવવા માટે એક બોટ પણ ખરીદી રાખી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter