લંડનઃ બ્રિટિશ ભારતીય બિઝનેસમેન લોર્ડ કરણ બિલિમોરિયાને શિક્ષણ અને બિઝનેસમાં યોગદાન માટે સ્કોટલેન્ડમાં રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સ એન્ડ સર્જન્સ ઓફ ગ્લાસ્ગો દ્વારા ઓનરરી ફેલોશિપથી સન્માનિત કરાયાં છે.
કોબ્રા બિયરના સ્થાપક અને ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ, યુકેના અધ્યક્ષ લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે આ સન્માન મળવાથી સ્વપ્ન સાકાર થયું હોય તેમ લાગી રહ્યું છે. રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સ એન્ડ સર્જન્સ ઓફ ગ્લાસ્ગોમાં 15000 મેડિકલ પ્રોફેશન્લસ સભ્ય છે અને આ સંસ્થા યુકે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી રહી છે.
લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, મેડિકલ વર્લ્ડમાં આ સંસ્થા પૌરાણિક અને અત્યંત સન્માનિત સંસ્થા છે. મારો જન્મ ભારતમાં થયો હતો અને હું ત્યાંના ડોક્ટરોની ડિગ્રીમાં એફઆરસીએસ ગ્લાસગો લખેલું વાંચતો હતો. આજે આજ સંસ્થાનમાં મને ગૌરવ પ્રાપ્ત થયું છે.