લોર્ડ રેન્જર પર હેરાનગતિનો આરોપ મૂકતી મહિલા કર્મચારીની અપીલ કોર્ટે ફગાવી

લોર્ડ રેન્જર અને કંપની પર મહિલાએ 6,73,000 પાઉન્ડના વળતરનો દાવો કર્યો હતો

Tuesday 02nd April 2024 12:31 EDT
 

લંડનઃ લોર્ડ રેમી રેન્જર અને તેમની કંપની સન માર્ક વિરુદ્ધ હેરાનગતિ અને પક્ષપાતના આરોપ મૂકનાર ભારતીય શિખ મહિલા કર્મચારીની એમ્પ્લોયમેન્ટ અપીલ ટ્રિબ્યુનલ દ્વારા અપાયેલા ચુકાદાને પડકારતી અપીલ બ્રિટિશ અદાલત દ્વારા નકારી કઢાઇ છે. ફેબ્રુઆરી 2023માં વોટફોર્ડ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલના એમ્પ્લોયમેન્ટ જજે લોર્ડ રેમી રેન્જર, તેમની કંપની સન માર્કના સીઇઓ હરમીત આહૂજા અને સી,એર એન્ડ લેન્ડ ફોરવર્ડિંગ તથા સન માર્ક કંપની પર હેરાનગતિ અને પક્ષપાતના આરોપ મૂકતી મહિલા કર્મચારીની અપીલ નકારી કાઢી હતી. મહિલાએ વળતર પેટે 6,73,000 પાઉન્ડની માગ કરી હતી.

એમ્પ્લોયમેન્ટ અપીલ ટ્રિબ્યુનલના પ્રમુખ જસ્ટિસ એડીએ 21 માર્ચ 2024ના રોજ દાવાને નકારી કાઢવાના ચુકાદાને પડકારતી અપીલ રદ કરી નથી હતી. 2023માં ટ્રિબ્યુનલે તેના ચુકાદામાં મહિલાના દાવાને ગેરવ્યાજબી અને શંકાસ્પદ ગણાવ્યો હતો જેને જસ્ટિસ એડી દ્વારા યથાવત રાખ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મહિલાએ ઇરાદાપુર્વક પુરાવાનો નાશ કરીને ન્યાયની પ્રક્રિયા સાથે ચેડાંનો પ્રયાસ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter