લોર્ડ સેઈન્સબરી રાજકીય દાન નહિ આપે

Tuesday 27th June 2017 12:18 EDT
 
 

લંડનઃ યુકેના સૌથી મોટા રાજકીય દાતા લોર્ડ ડેવિડ સેઈન્સબરીએ રાજકીય પક્ષોને દાન નહિ આપવા નિર્ણય જાહેર કર્યો છે. આના પરિણામે લેબર પાર્ટીએ દાનની ઘટ પૂરવા પોતાના સભ્યોનો સાત મેલવવાની જાહેરાત કરી હતી. લોર્ડ સેઈન્સબરીએ બ્રેક્ઝિટ વોટ દરમિયાન લેબર પાર્ટી અને લિબરલ ડેમોક્રેટ્સ પક્ષોને બે-બે મિલિયન પાઉન્ડ દાનમાં આપ્યા હતા.

બ્રિટનમાં ૨૦ કરતા વધુ વર્ષથી રાજકીય ઉદ્દેશોના સમર્થન માટે દાન આપી રહેલા લોર્ડ સેઈન્સબરીએ રાજકીય દાનના બદલે સખાવતી ઉદ્દેશો માટે દાન આપવા નિર્ણયની જાહેરાત કરી હતી. આના પરિણામે, જમણેરી લેબર પ્રેશર ગ્રૂપ ‘પ્રોગ્રેસ’ના ડિરેક્ટર રિચાર્ડ એન્જેલે દાનની ખોટ પૂરવા સભ્યો સામે હાથ ફેલાવાશે અને ફન્ડરેઈઝિંગનો સહારો લેવાશે તેમ કહ્યું હતું. લોર્ડ સેઈન્સબરીએ સામાન્ય ચૂંટણી અગાઉ આ નિર્ણયની જાણ ગ્રૂપને કરી હતી અને તે પછી સંસ્થાએ ૬૦,૦૦૦ પાઉન્ડના ફંડની બાંયધરી મેળવી છે. લોર્ડ સેઈન્સબરીએ ૨૦૧૬માં આ થિન્કટેન્કને ૨૬૦,૦૦૦ પાઉન્ડનું દાન આપ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter