વંશીય ભેદભાવના પીડિતો માટે 24 કલાકની હેલ્પલાઇન સેવાનો પ્રારંભ

ઓન યોર સાઇડ નામની હેલ્પલાઇન સ્પેશિયાલિસ્ટ એડવાઇઝરો દ્વારા ચલાવવામાં આવશે

Wednesday 10th August 2022 05:39 EDT
 

લંડન

બ્રિટનમાં વંશીય ભેદભાવ અને અન્ય પ્રકારના ધિક્કારના પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના પીડિતો માટે એક 24 કલાકની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ઓન યોર સાઇડ નામની હેલ્પલાઇન સ્પેશિયાલિસ્ટ એડવાઇઝરો દ્વારા ચલાવવામાં આવશે અને પીડિતોને સંવેદનશીલ સહાય કરાશે. આ માટે ઓનલાઇન હેલ્પલાઇન દ્વારા તાલીમબદ્ધ એડવોકેટની પણ વ્યવસ્થા અપાશે. સલાહકારો દ્વારા પીડિતોને તેમના અધિકારોની સમજ અપાશે. આ સેવા સપ્તાહના સાતે દિવસ કામ કરશે અને પૂર્વ તથા દક્ષિણપૂર્વ એશિયાના લોકો પ્રત્યે વંશીય ભેદભાવના વધી રહેલા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને આ ઓનલાઇન હેલ્પલાઇન શરૂ કરાઇ છે. આ હેલ્પલાઇન આ પ્રકારની પહેલી વ્યવસ્થા છે અને હોંગકોંગના બ્રિટિશ નાગરિકો દ્વારા શરૂ કરાઇ છે. આ હેલ્પલાઇનમાં પીડિતોને તેમની પોતાની ભાષામાં માર્ગદર્શન અપાશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter