લંડનઃ સમાનતાના કાયદાને વ્યાપક બનાવવાના ભાગરૂપે સરકારે વંશીય લઘુમતી સમુદાયના લોકો અને વિકલાંગો સાથે વેતનમાં થતા પક્ષપાતને અટકાવવા એક સમિતિની રચનાની જાહેરાત કરી છે. પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી સીમા મલ્હોત્રાએ આ માટે જાહેર જનતાના મંતવ્યો આમંત્રિત કર્યાં છે. આ સમિતિ સમાન વેતનના અધિકારોનુ રક્ષણ કરવા ટ્રેડ યુનિયનો સાથે મળીને કામ કરશે.
સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, મહત્વાકાંક્ષા અને સફળતા આડેના અવરોધો હટાવવાના સરકારના મિશનમાં આ એક મહત્વનું પગલું છે. યુકેના અર્થતંત્રના વિકાસ માટે પણ સમાનતા એક મહત્વનું પરિબળ છે. દરેક વ્યક્તિને તેની કુશળતા પ્રમાણે મહેનતાણું મળે તે જરૂરી છે.
તાજેતરના રિસર્ચ વંશીય લઘુમતી સમુદાયો અને વિકલાંગો સાથે સંખ્યાબંધ સેક્ટરમાં વેતન મુદ્દે પક્ષપાત થઇ રહ્યો છે. એક્ટિવિસ્ટો કહે છે કે કાયદાના કડક અમલ વિના આ અસમાનતા દૂર થઇ શકશે નહીં.