વંશીય લઘુમતીઓને શ્વેત સમકક્ષો કરતાં ઓછું વેતન ચૂકવાય છે

પગારમાં અસમાનતાને કારણે વર્ષે સરેરાશ 2000 પાઉન્ડનું નુકસાન

Tuesday 16th January 2024 12:40 EST
 

લંડનઃ યુકેમાં આધુનિક 21 સદીમાં પણ વંશીય લઘુમતી સમુદાયના લોકોને તેમના શ્વેત સહયોગીઓ કરતાં ઓછું વેતન ચૂકવવામાં આવે છે. પીપલ લાઇક અસ એનજીઓ દ્વારા કરાયેલા એક નવા રિસર્ચ પ્રમાણે શ્વેત સહયોગીઓ કરતાં વંશીય લઘુમતી સમુદાયના કર્મચારીને ઓછું વેતન ચૂકવાતું હોય તેની સંભાવના 38 ટકા છે. તેથી જો તમે વંશીય લઘુમતી સમુદાયના છો તો વેતનમાં થતા અન્યાયના કારણે તમારા દેવું કરવાની સંભાવના વધી જાય છે, ક્યાં તો તમારે તમારા પેરેન્ટ સાથે જઇને રહેવું પડે છે અથવા તો તમારે તમારા ખર્ચમાં ભારે કરકસર કરવી પડે છે. વેતનમાં ભેદભાવનો આ મુદ્દો સમગ્ર યુકેના વિવિધ સેક્ટરમાં વ્યાપક છે.

47 ટકા પ્રોફેશનલ્સ માને છે કે તેમને તેમના શ્વેત સમકક્ષ કરતાં ઓછું વેતન ચૂકવાય છે જેના કારણે તેમને દર વર્ષે સરેરાશ 2000 પાઉન્ડનું નુકસાન થાય છે. આની સીધી અસર તેમના જીવન પર પડે છે. 35 ટકા શ્વેત કર્મચારીઓ માને છે કે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના કારણે તેમની કામગીરી પર અસર પડે છે પરંતુ વંશીય લઘુમતી સમુદાયના 40 ટકા આમ માને છે. ઓછા વેતનના કારણે વંશીય લઘુમતીઓને મકાન ભાડા ચૂકવવામાં પણ તકલીફ પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter