વંશીય સમુદાયોના અરજકર્તાઓને ટીચર્સ ટ્રેનિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ અપાતો નથી

શાળાઓમાં વિદ્યાર્થીઓને વંશીય લઘુમતી સમુદાયના શિક્ષકો મળવા અશક્ય

Tuesday 05th September 2023 11:40 EDT
 

લંડનઃ ઇંગ્લેન્ડની શાળાઓમાં વંશીય સમુદાયના વિદ્યાર્થીઓને તેમના જ વંશીય સમુદાયના શિક્ષક મળવા અશક્ય છે કારણ કે ટીચર્સ ટ્રેનિંગ અભ્યાસક્રમોમાં વંશીય સમુદાયના અરજકર્તાઓની અરજી ભાગ્યે જ સ્વીકારવામાં આવે છે. નોર્થ-ઇસ્ટ ઇંગ્લેન્ડની શાળાઓમાં સૌથી ઓછા વંશીય લઘુમતી સમુદાયોના શિક્ષકો છે તેથી પાકિસ્તાની અથવા તો અશ્વેત સમુદાયના વિદ્યાર્થીઓને ક્યારેય તેમના વંશીય સમુદાયના શિક્ષક પ્રાપ્ત થતાં નથી.

ડરહામ યુનિવર્સિટીના એક રિસર્ચ અનુસાર સૌથી વૈવિધ્યતાપૂર્ણ શિક્ષકો લંડનની શાળાઓમાં છે. સૌથી વધુ વંશીય સમુદાયના વિદ્યાર્થીઓ લંડનની શાળાઓમાં જ અભ્યાસ કરે છે. પ્રોફેસર સ્ટિફન ગોર્રાર્ડ કહે છે કે શાળાઓમાં વંશીય લઘુમતી સમુદાયના શિક્ષકોના અભાવ માટે ટીચર્સ ટ્રેનિંગ અભ્યાસક્રમોમાં વંશીય લઘુમતી સમુદાયના અરજકર્તાઓને પ્રવેશનો ઇનકાર જવાબદાર છે. વંશીય સમુદાયોના  અરજકર્તાઓની મોટાભાગની અરજીઓ નકારી કાઢવામાં આવે છે જેની વિદ્યાર્થીઓ પર મોટી અસર પડી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter