વકીલોની હડતાળથી 6,235 કેસીસની સુનાવણી ખોરવાઈ

Thursday 18th August 2022 02:12 EDT
 
 

લંડનઃ સરકારે ફી બાબતે વાટાઘાટ કરવાનો ઈનકાર કરતા ક્રિમિનલ બાર એસોસિયેશને 5 સપ્ટેમ્બરથી સંપૂર્ણ હડતાળ પાડવા મતદાનનો નિર્ણય લીધો છે. બેરિસ્ટરોની હડતાળના 19 દિવસમાં 6000થી વધુ કેસીસની સુનાવણી ખોરવાઈ છે. બચાવપક્ષના વકીલો દર બીજા સપ્તાહે કામકાજનો બહિષ્કાર કરે છે.

વકીલોની હડતાળના 27 જૂનથી 5 ઓગસ્ટ સુધીના સમયગાળામાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 1415 ટ્રાયલ સહિત 6235 કેસની સુનાવણીને અસર પહોંચી છે. જે લોકોને કાનૂની પ્રતિનિધિત્વ પોસાતું નથી તેમના બચાવ માટે સરકાર તરફથી અપાતી ફીના દર સુધારવાની માગણી નકારી કઢાઈ છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ક્રાઉન કોર્ટના લગભગ 60,000 કેસ પડતર છે અને બેરિસ્ટરોની હડતાળથી જજીસને ટ્રાયલ્સ મુલતવી રાખવાની ફરજ પડી છે. ઘણી ટ્રાયલ માટે છેક 2024નો સમય ફાળવાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter