લંડનઃ ફક્ત યુકેમાં જ વેચાતી વજન ઘટાડવાની દવા ઓઝેમ્પિકની ચોરી કરી બ્લેક માકર્ટેમાં વેચી દેવા માટે ફાર્માસિસ્ટ અક્ષય સેન્નિકને દોષી ઠેરવાયો છે. 30 વર્ષીય અક્ષયે સપ્ટેમ્બર 2023થી માર્ચ 2024ની વચ્ચે સાઉથ ઇસ્ટ લંડનની ન્યૂ ક્રોસ ફાર્મસીમાંથી ઓઝેમ્પિકની 30 પેન ચોરી હતી. તેણે અપરાધની કબૂલાત કરતાં નવેમ્બર 2023માં બેક્સલી મેજિસ્ટ્રેટ કોર્ટે દોષી ઠેરવ્યો હતો. તેને 3 એપ્રિલના રોજ સજાની સુનાવણી કરાશે. ઓઝેમ્પિકના એક શોટની કિંમત 175 પાઉન્ડ છે. અક્ષયને આ ચોરી માટે બે વર્ષની કેદ થઇ શકે છે.


