લંડનઃ બ્રિટનના વડા પ્રધાન થેરેસા મે એ ભારતમાં ચૂંટણીમાં વિજય સાથે પુનઃ વડા પ્રધાન બનેલા નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા અને આગામી મહિને જાપાનમાં યોજાનારી જી-૨૦ બેઠક તેમજ ઇંગ્લેન્ડમાં રમાનારા વિશ્વ ક્રિકેટ કપ અંગે ચર્ચા કરી હતી. મોદી સાથેની વાતચીતમાં મેએ ક્હયું હતું કે તેઓ ભારતની લોકશાહી અને તેની પ્રક્રિયાની ખૂબ પ્રશંસા કરે છે, એમ ડાઉનીંગ સ્ટ્રીટના પ્રવકતાએ કહ્યું હતું.
કન્ઝર્વેટિવ પક્ષના વડા તરીકે રાજીમાનું આપ્યાની જાહેરાત કરનારાં વડા પ્રધાન થેરેસા મેએ ભારતના વડા પ્રધાન મોદી સાથે આજે વાત કરી હતી અને તેમણે ચૂંટણીમાં મેળવેલી જીત બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતાં. બંને નેતાએ કબુલ્યું હતું કે લોકશાહીમાં ચૂંટણી ખૂબ જ અગત્યની હોય છે અને સત્તાવાળાઓએ તેને સારી રીતે પુરી કરવી જોઇએ એમ પ્રવકતાએ કહ્યું હતું.'
બંને નેતાએ જૂન અને જુલાઇમાં ઇંગ્લેન્ડમાં રમાનાર વિશ્વ કપ ક્રિકેટ અંગે પણ ચર્ચા તેમજ જાપાનમાં યોજાનારી જી-૨૦ ની બેઠક અંગે પણ વાતચીત કરી હતી. પ્રવક્તાએ ઉમેર્યું હતું કે બંને નેતાઓ ભારત-બ્રિટનના દ્વિપક્ષીય સબંધો સુધરે અને તેમા વધારો થાય તે માટે સંમત થયા હતા.