લંડન
રિશી સુનાકે કબૂલાત કરી છે કે વડાપ્રધાન તરીકેની કામગીરી ખરેખર કપરી છે પરંતુ આ કામગીરી મારા માટે મોટું સદભાગ્ય છે. હું દરરોજ અરીસામાં જોઉઁ છું અને જાણું છું કે હું મારા દેશ માટે કરી શકું એટલી આકરી મહેનત કરું છું. પેરિસની મુલાકાતે જઇ રહેલા વડાપ્રધાનને યુરોસ્ટારમાં પત્રકારો દ્વારા કેટલાક સવાલો કરાયાં હતાં. વડાપ્રધાન તરીકેની કામગીરી અંગેના સવાલના જવાબમાં સુનાકે જણાવ્યું હતું કે સાચે જ આ એક કપરી કામગીરી છે પરંતુ તે એક મોટું સદ્દભાગ્ય પણ છે. મને વિશ્વાસ છે કે આપણે સાચી દિશામાં કામ કરી રહ્યાં છીએ અને તેના કારણે લોકોના જીવનોમાં બદલાવ આવશે. તમે તમારી મહેનતના પરિણામ દરરોજ જોઇ શક્તાં નથી પરંતુ હું અરીસામાં દરરોજ જોઇને વિચારું છું કે હું મારાથી શક્ય એટલી તમામ મહેનત કરું છું.


