વડાપ્રધાન રિશી સુનાકના કાંડા પર બંધાયેલ રક્ષાસૂત્રની બ્રિટિશરોમાં ચર્ચા

સુનાક રક્ષાસૂત્ર ઉપરાંત દીકરીઓ દ્વારા અપાયેલ બ્રેસલેટ અને રાખડી પણ પહેરી રાખે છે

Tuesday 19th December 2023 12:26 EST
 
 

લંડનઃ યુકેના સૌપ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન બનીને રિશી સુનાકે એક ઇતિહાસ રચી દીધો હતો. તેઓ હંમેશા પોતાના ભારતીય મૂળ મુદ્દે સ્પષ્ટ વક્તા રહ્યાં છે અને હિન્દુ હોવાનું ગૌરવ સાથે સ્વીકારે છે. રિશી સુનાકને સત્તાવાર રીતે રાજા દ્વારા વડાપ્રધાન ઘોષિત કરાયા ત્યારે ઘણા લોકોએ તેમના કાંડા પર બંધાયેલ લાલ રંગના બ્રેસલેટ એટલે કે રક્ષાસૂત્ર જોયું હતું. ગયા સોમવારે સુનાક કોવિડ ઇન્કવાયરી સમક્ષ હાજર થયા ત્યારે પણ રક્ષાસૂત્ર તેમના કાંડા પર બંધાયેલું હતું. ઘણા બ્રિટિશરો આ રક્ષાસૂત્ર અંગે ચર્ચા કરતા રહે છે.

ભારત અને બ્રિટનના ઇતિહાસ અને રાજકારણના નિષ્ણાત ડો. એડવર્ડ એન્ડરસન કહે છે કે રક્ષાસૂત્ર ઊનના ધાગા,દોરા અથવા રિબનમાંથી તૈયાર કરાય છે અને એવી માન્યતા છે કે તેને પહેરનારનું તે રક્ષણ કરે છે. સામાન્ય રીતે તે પૂજારી અથવા તો પરિવારના વડીલ દ્વારા યજ્ઞ અથવા પૂજા દરમિયાન બાંધી આપવામાં આવે છે. પુરુષને જમણા કાંડા પર અને મહિલાને ડાબા કાંડા પર બંધાય છે.

તે ઉપરાંત રિશી સુનાક તેમના કાંડા પર અન્ય બ્રેસલેટ પણ પહેરે છે જેમાં ચાર્મ બ્રેસલેટનો સમાવેશ થાય છે જેના પર દાદા શબ્દ કોતરેલો છે. આ બ્રેસલેટ સુનાકની દીકરીઓ ક્રિશ્ના અને અનુષ્કાએ બનાવીને ભેટમાં આપ્યું હતું. તે ઉપરાંત સુનાકના કાંડા પર રાખડી પણ જોવા મળે છે જે રક્ષાબંધનના તહેવારમાં બહેન દ્વારા ભાઇને બાંધવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter