વડાપ્રધાન સ્ટાર્મર સાદિક ખાનને લોર્ડનો દરજ્જો આપે તેવી સંભાવના

લંડનના મેયરને કેબિનેટમાં સ્થાન આપવા વડાપ્રધાનની વિચારણાઃ સૂત્રો

Tuesday 31st March 2026 10:20 EDT
 
 

લંડનઃ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર પાર્ટીમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવવા અને પ્રવર્તતા તણાવને ઘટાડવા માટે લંડનના મેયર સાદિક ખાનને લોર્ડનો દરજ્જો આપે તેવી સંભાવના છે. એક અખબારી અહેવાલ અનુસાર મે મહિનામાં સ્થાનિક ચૂંટણીઓ બાદ વડાપ્રધાન સ્ટાર્મર સાદિક ખાનને હાઉસ ઓફ લોર્ડ્સમાં મોકલવા પર વિચારણા કરી રહ્યાં છે. સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીનો પરાજય થાય તેવી સ્થિતિમાં પાર્ટીમાં પોતાના નેતૃત્વને નબળું પડતું અટકાવવા વડાપ્રધાન આ પ્રયાસ કરી શકે છે. તે ઉપરાંત વડાપ્રધાન સાદિક ખાનને કેબિનેટમાં સ્થાન આપે તેવી પણ સંભાવના છે.

સૂત્રના જણાવ્યા અનુસાર લંડનના મેયરને હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્થાન આપવાથી વડાપ્રધાનની સ્થિતિ મજબૂત બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે સાદિક ખાનને ગયા વર્ષે જ નાઇટહૂડથી સન્માનિત કરાયા હતા. જોકે ડાઉનિંગ સ્ટ્રીટના સૂત્રોએ આ અહેવાલોને માત્ર અટકળો ગણાવી ફગાવી દીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter