લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે કબૂલાત કરી છે કે વડાપ્રધાનપદની જવાબદારીઓના કારણે હું મારી દીકરીઓને પુરતો સમય આપી શક્તો નથી. સારા પિતા બનવું જીવનનો સૌથી અઘરો હિસ્સો છે પરંતુ વડાપ્રધાનપદની જવાબદારીઓના કારણે હું સારો પિતા બનવા સંઘર્ષ કરી રહ્યો છે.
એક પોડકાસ્ટમાં આપેલી મુલાકાતમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે,જ્યારે હું કામના બોજા તળે હોઉં અને મારી દીકરીઓને સમય આપી ન શકું ત્યારે મને આ એહસાસ કોરી ખાય છે. ક્રિશ્ના અને અનુષ્કા મારી દુનિયા છે. વડાપ્રધાન તરીકે સારી કામગીરી કરવા અને એક સારા પિતા બનવા વચ્ચે સંતુલન સાધવું અઘરૂં છે. મારે વડાપ્રધાનપદની જવાબદારીઓને પ્રાથમિકતા આપવી પડે છે કારણ કે તે મહત્વની જવાબદારીઓ છે અને હું તે સમગ્ર દેશ વતી નિભાવતો હોઉં છું. તેથી મારી દીકરીઓને સમય આપવાની બાબત મારા માટે પડકાર બની રહે છે.