વધતા મકાન ભાડાના વિરોધમાં લંડનમાં રેલી યોજાઇ

Tuesday 17th December 2024 10:08 EST
 
 

લંડનઃ લંડનમાં મકાન ભાડામાં થઇ રહેલા વધારા સામે સેંકડો લોકો શનિવારે સેન્ટ્રલ લંડનમાં દેખાવો કર્યાં હતાં. રેલીના આયોજક લંડન રેન્ટર્સ યુનિયને જણાવ્યું હતું કે, વધી રહેલા મકાન ભાડાં સમુદાયોનો વિનાશ વેરી રહ્યાં છે. યુરોપમાં પણ ઠેકઠેકાણે વધી રહેલાં મકાન ભાડાં સામે લોકો દેખાવો કરીને રોષ વ્યક્ત કરી રહ્યાં છે. શનિવારે 500થી વધુ લોકોએ લંડનમાં રેલી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વધી રહેલાં મકાન ભાડાંના કારણે કોસ્ટ ઓફ લિવિંગને પહોંચી વળવું મુશ્કેલ બની રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter