લંડનઃ ઉદ્યોગજગત સાથે લેબર પાર્ટીના સંબંધો વધુ મજબૂત બનાવવા માટે વડાપ્રધાન કેર સ્ટાર્મરે લંડન સ્થિત કન્સવ્ટન્સી હક્લુયટના મેનેજિંગ પાર્ટનર વરુણ ચંદ્રાની કોન્ટેક્ટ પોઇન્ટ તરીકે નિયુક્તિ કરી છે. ચંદ્રાએ આ કામગીરી માટે હક્લુયટમાંથી રાજીનામુ આપી દીધું છે. તેઓ પાર્ટી વતી કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો સાથે સંપર્ક કરશે.
પોતાના એજન્ડામાં આર્થિક વિકાસને કેન્દ્ર સ્થાને રાખનાર લેબર પાર્ટી માટે ચંદ્રાની ભુમિકા મહત્વની બની રહેશે. તેઓ ખાનગી ઉદ્યોગો સાથેના સંબંધો સુદ્રઢ કરવાની કામગીરી કરશે.


