વર્ક એન્ડ સ્ટડી રૂટ અપનાવી રેફ્યુજી પરિવારજનોને યુકેમાં લાવી શકશે

સરકાર રેફ્યુજી માટે વાર્ષિક મર્યાદા સાથેના નવા વિઝા રૂટ જાહેર કરશે

Tuesday 18th November 2025 09:40 EST
 

લંડનઃ રેફ્યુજી સ્ટેટસના નિયમો આકરા કરવાની સાથે સાથે સરકાર યુકેમાં કાયદેસર રીતે આવી શકાય તે માટેના નવા રૂટ જાહેર કરશે. જો કે તેમાં વાર્ષિક મર્યાદા નક્કી કરાશે. સરકાર ઇચ્છે છે કે જે રેફ્યુજી કાયદેસર રીતે યુકેમાં આવે છે તેઓ નોકરી કરે અને સમાજમાં એકરૂપ બને. આ માટે સરકાર નવો વર્ક એન્ડ સ્ટડી રૂટ શરૂ કરવાની યોજના ધરાવે છે.

બદલાવો અંતર્ગત વોલન્ટિયર અને કોમ્યુનિટી જૂથો વ્યક્તિગત રેફ્યુજીને સ્પોન્સર કરી શકશે. આ યોજના હોમ્સ ફોર યુક્રેન સ્કીમ જેવી હશે જેમાં બ્રિટિશરોએ યુદ્ધથી નાસી રહેલા યુક્રેનિયનોને પોતાના ઘરોમાં આશ્રય આપ્યો હતો.

જે માઇગ્રન્ટને રાજ્યાશ્રય અપાય તે વર્ક એન્ડ સ્ટડી વિઝા હાંસલ કરી શકશે અને તે માટે તેણે વિઝા ફી ચૂકવવાની રહેશે. આ રૂટથી તે યુકેમાં કાયમી વસવાટની પરવાનગી 10 વર્ષના રોકાણમાં જ પ્રાપ્ત કરી શકશે. જે રેફ્યુજી આ વિઝા રૂટ અપનાવશે તે તેના પરિવારજનોને પણ યુકેમાં લાવી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter