લંડનઃ અત્યાર સુધી યુરોસ્ટારને ચેનલ ટનેલ મારફત પેસેન્જર સર્વિસ આપવાનો એકાધિકાર હતો પરંતુ, હવે વર્જિન ગ્રૂપને લંડનથી યુરોપ સુધી ટ્રેન્સ દોડાવવા રેલ રેગ્યુલેટર દ્વારા લીલીઝંડી આપી દેવાઈ છે જેથી તે યુરોસ્ટારની મોનોપોલી તોડવા સ્પર્ધામાં ઉતરશે.
ઓફિસ ઓફ રેલ એન્ડ રોડ દ્વારા જણાવાયું હતું કે નોર્થ ઈસ્ટ લંડનમાં યુરોસ્ટારના ટેમ્પલ મિલ્સ મેઈન્ટેનન્સ ડેપોની કેટલીક જગ્યાને અન્ય ઓપરેટરો સાથે વહેંચી શકાશે. આ બાબત યુરોસ્ટાર સામે સ્પર્ધાની ઈચ્છુક કંપનીઓ માટે ગેમચેન્જર સાબિત થશે. વર્જિન ગ્રૂપ 1997થી 2019 દરમિયાન વેસ્ટ કોસ્ટ મેઈન લાઈન પર ડોમેસ્ટિક સર્વિસીસ ચલાવનાર વર્જિન ટ્રેન્સનું માલિક હતું.
વર્જિન ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આખરે સ્પર્ધા માટે ગ્રીન સિગ્નલ મળી ગયું છે.ટેમ્પલ મિલ્સ ડેપો યુકેની એકમાત્ર ફેસિલિટી છે જ્યાં યુરોપિયન સ્ટાઈલની ટ્રેન્સને સમાવી શકાય છે અને તેની ક્ષમતા સંબંધિત દાવાઓ વર્જિન ગ્રૂપને આગળ વધતા અવરોધતા હતા.

