વર્ષા પી. કુલકર્ણીને 'હિંદ રત્ન પુરસ્કાર'થી સન્માનિત કરાયા

Tuesday 01st September 2026 11:16 EDT
 
 

લંડનઃ ખગોળશાસ્ત્ર અને એસ્ટ્રોફિઝિક્સ ક્ષેત્રે અપ્રતિમ પ્રદાન બદલ ભારતીય મૂળના પ્રોફેસર વર્ષા પી. કુલકર્ણીને 12 ઓગસ્ટના રોજ ઓક્સફર્ડ ખાતે 'હિંદ રત્ન પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યા છે. સાઉથ કેરોલિના યુનિવર્સિટીના ફિઝિક્સ અને એસ્ટ્રોનોમી વિભાગના પ્રોફેસર કુલકર્ણીને ઓક્સફર્ડના લોર્ડ મેયરના હસ્તે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

નોન-રેસિડેન્ટ ઇન્ડિયન વેલફેર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવતો આ પુરસ્કાર ભારત બહાર વસતા ભારતીય મૂળના એવા નાગરિકોને આપવામાં આવે છે જેમણે પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય. વૈશ્વિક ભારતીય ડાયસ્પોરા માટે આ એક અત્યંત પ્રતિષ્ઠિત સન્માન ગણાય છે.

પ્રોફેસર કુલકર્ણીને ખાસ કરીને સ્પેસ ડસ્ટ અને બ્રહ્માંડના ક્રમિક વિકાસને સમજવા અંગેના તેમના સંશોધન માટે આ ઓળખ મળી છે. તેમનું સંશોધન એક્સ્ટ્રાગલેક્ટિક એસ્ટ્રોનોમી, કોસ્મોલોજી અને બ્રહ્માંડીય રાસાયણિક ઉત્ક્રાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પોતાના કારકિર્દી દરમિયાન તેમણે હબલ, જેમ્સ વેબ, કેક અને જેમિની જેવા વિશ્વના અગ્રણી ટેલિસ્કોપના માધ્યમથી સંશોધનો કર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter