વર્ષાંત સુધીમાં પેવમેન્ટ પાર્કિંગ પર રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ લાગુ થઇ જશે

વાહન માલિકો પોતાના ઘરની બહાર પેવમેન્ટ પર વાહન પાર્ક કરી શકશે નહીં

Tuesday 10th February 2026 09:40 EST
 
 

લંડનઃ સરકારે પેવમેન્ટ પાર્કિંગ પર રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધની જાહેરાત કરી છે. નવા આકરા પગલાં અંતર્ગત પોતાના ઘરની બહાર જ વાહન પાર્ક કરવા માટે દંડ થઇ શકે છે. આ માટે લોકલ કાઉન્સિલોને સત્તા આપવામાં આવી રહી છે. મકાન માલિકો તેમના ઘરની બહારના પેવમેન્ટ પર જ વાહન પાર્ક કરી શકશે નહીં.

જોકે લોકલ કાઉન્સિલોને કયા વિસ્તારોમાં પેવમેન્ટ ખુલ્લા રાખવા તેનો નિર્ણય લઇ શકશે. ટાઉન અને સિટી સેન્ટર અને વ્યસ્ત સડકો પર આ નિયમો લાગુ કરવામાં આવે તેવી સંભાવના છે. રહેણાંક વિસ્તારોની શાંત સડકો પર પણ આ નિયમો લાગુ થઇ શકે છે. આ પ્રતિબંધમાં ડબલ યલૉ લાઇનના નિયમો જેવા નિયમો જ લાગુ થશે. નિયમનું ઉલ્લંઘન કરનારને દંડ ચૂકવવો પડશે. જો કે આ નિયમો વર્ષના અંત સુધીમાં લાગુ થાય તેવી સંભાવના છે.

એપ્રિલ 2028થી ઇવી માટે નવો ડ્રાઇવ-વે ચાર્જ

ઇવી ચાર્જ કરવા માટે ડ્રાઇવ-વે અથવા પબ્લિક ચાર્જિંગ પોઇન્ટનો ઉપયોગ કરતા વાહનચાલકો માટે નવો ટેક્સ એપ્રિલ 2028થી લાગુ થઇ રહ્યો છે. જેના પગલે ઇવી માલિકોના ખર્ચમાં સેંકડો પાઉન્ડનો વધારો થઇ શકે છે. ચાન્સેલર રેચલ રીવ્ઝે વિવાદાસ્પદ પે પર માઇલ ટેક્સની જાહેરાત કરી હતી જેમાં ઇવી અને પ્લગ ઇન હાઇબ્રીડ કારોના માલિક લક્ષ્યાંક પર છે. જેમાં પ્રતિ માઇલના પ્રવાસ પર 3 પેન્સ ઇવી માટે અને પ્લગ ઇન હાઇબ્રીડ માટે 1.5 પેન્સ પ્રતિ માઇલનો ટેક્સ નક્કી કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter