લંડનઃ 2024ના અંતિમ 3 મહિનામાં યુકેમાં બંધ થવાના આરે પહોંચી ગયેલા નાના વેપાર ધંધાની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો છે. બિઝનેસ કોસ્ટમાં થઇ રહેલા વધારા અને ગ્રાહકોના નબળા પ્રતિસાદના કારણે સંખ્યાબંધ નાના વેપાર ધંધા બંધ થવાની સંભાવના છે.
ઇનસોલ્વન્સી સ્પેશિયાલિસ્ટ બેગબીઝ ટ્રેયનરે જણાવ્યું હતું કે, 2024ના ત્રીજા ત્રિમાસિકની સરખામણીમાં ચોથા ત્રિમાસિકમાં બંધ થવાના આરે પહોંચેલા નાના બિઝનેસની સંખ્યા 25 ટકા વધીને 2124 પર પહોંચી ગઇ હતી.
સૌથી વધુ મુશ્કેલીનો સામનો જનરલ રિટેલ સેક્ટર કરી રહ્યું છે. આ સેક્ટરમાં બંધ થવાના આરે પહોંચેલા નાના બિઝનેસની સંખ્યામાં 29 ટકાનો વધારો થયો છે. ફૂડ એન્ડ ડ્રગ રિટેલ સેક્ટરમાં બંધ થવાના આરે પહોંચેલા બિઝનેસની સંખ્યામાં 17.2 ટકાનો વધારો થયો છે.
યુકેમાં કુલ 28,747 રિટેલ બિઝનેસ છે તેમાંથી 34,494 બિઝનેસ આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે. જુલિયન પામર કહે છે કે આ વર્ષે સ્થિતિમાં થોડો સુધારો થયો છે પરંતુ હજુ ઘણા રિટેલર્સ આર્થિક સંકટમાંથી બહાર આવી શક્યાં નથી.

