વાંચવાની ભૂલને પગલે પાર્સલ કંબોડીયા પહોંચ્યું

Monday 23rd February 2015 14:15 EST
 

વૈશ્વિક પાર્સલ કંપની પાર્સલ ફોર્સના ફ્રેન્ચ સ્ટાફે કેમ્બ્રિજ વાંચવાની ભૂલ કરી પાર્સલ કંબોડીયા મોકલી દીધું હતું. ફ્રેન્ચ ભાષામાં કંબોડીયાને 'કંબોજ' વાંચવામાં આવે છે.

કેમ્બ્રિજના કેરી પિરવારના ત્રણ બાળકો માટે તેમના સ્વજનોએ ફ્રાન્સથી ક્રિસમસ ગીફ્ટ તરીકે ત્રણ પુસ્તકો મોકલ્યા હતા જે લગભગ ૫૦ દિવસે તેમને મળ્યા હતા. પાર્સલ ફોર્સને આ ભૂલ માટે £૧૨૦ જેટલો ખર્ચો થયો હતો અને પાર્સલ કંબોડીયા થઇને કેમ્બ્રિજ પરત થયું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter