વાદળછાયા વાતાવરણના કારણે મોટાભાગના વિસ્તારોમાં સૂર્યગ્રહણ જોવા ન મળ્યું

Tuesday 09th April 2024 11:53 EDT
 

લંડનઃ સોમવારે યોજાયેલું સૂર્યગ્રહણ જોવાથી યુકેના મોટાભાગના લોકો વંચિત રહી ગયાં હતાં. દેશના મોટાભાગના હિસ્સામાં વાદયછાયું વાતાવરણ રહેતાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળ્યું નહોતું. ઉત્તર અને પશ્ચિમ સ્કોટલેન્ડના કેટલાક વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેતાં કેટલાંક લોકોને સૂર્યગ્રહણનો લહાવો પ્રાપ્ત થયો હતો. જો વાદળછાયું વાતાવરણ ન હોત તો યુકેના પશ્ચિમના હિસ્સાઓમાં સૂર્યગ્રહણ જોવા મળી શક્યું હોત. ઇંગ્લેન્ડ અને વેલ્સના લોકો તેનાથી વંચિત રહી ગયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter