વાર્ષિક £૧ બિલિયન રોકડની ગેરકાયદે હેરાફેરી કરાય છે

Wednesday 13th January 2021 05:05 EST
 

લંડનઃ દર વર્ષે રોકડા આશરે ૧ બિલિયન પાઉન્ડની ગેરકાયદે હેરાફેરી કરવા માટે ગેંગસ્ટર્સ, ડ્રગ ડીલર્સ અને સેક્સ ટ્રાફિકર્સ મની ટ્રાન્સફર બિઝનેસીસનો ઉપયોગ કરતા હોવાનું ટાઈમ્સ દ્વારા કરાયેલા ઈન્વેસ્ટિગેશન પછી નેશનલ ક્રાઈમ એજન્સીએ જણાવ્યું હતું. ગુપ્તચર માહિતી મુજબ ૩૧,૦૦૦ માંથી ૧૫ ટકા જેટલાં આઉટલેટનો ઉપયોગ માનવ હેરાફેરી, ડ્રગ્સની આયાત અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા ગ્રૂપ્સ મની લોન્ડરિંગ માટે કરે છે.
ઘરેથી ઓપરેટ થતાં અને ફોરેન ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નેટવર્ક યુકે આઉટલેટ્સનો ઉપયોગ કરે છે. ફ્રાન્સ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ્સ અને સ્પેનમાં પણ આવા આઉટલેટ્સ છે. ગયા મહિને સાઉથ લંડનમાં પોતાની મની ટ્રાન્સફર કંપની દ્વારા ૫ મિલિયન પાઉન્ડનું મની લોન્ડરિંગ કરનારા બિઝનેસમેનને ક્રાઈમ પ્રિવેન્શન ઓર્ડરનો ભંગ કરવા બદલ પાછા જેલભેગા કરી દેવાયા હતા.
ટ્રેઝરીએ તાજેતરમાં તેના નેશનલ રિસ્ક એસેસમેન્ટમાં ચેતવણી આપી હતી કે આતંકવાદીઓ બેંકિંગ વ્યવસ્થા અથવા મની સર્વિસ બિઝનેસીસ (MSBs) દ્વારા ફાઈનાન્સિયલ સિસ્ટમમાં રોકડ નાણાં ઠાલવે છે. ફાઈનાન્સિયલ સેક્ટર દ્વારા ઓથોરિટીઝને મળેલા ૫૦૦,૦૦૦ જેટલા શંકાસ્પદ પ્રવૃત્તિના અહેવાલોમાંથી માત્ર ૧૭,૭૦૧ મની સર્વિસ બિઝનેસીસના હતા, જે મોટી કંપનીઓના હોવાનું મનાય છે.
આ ગેંગ્સ ગુનાહિત તત્વો દ્વારા સંચાલિત મની ટ્રાન્સફર સર્વિસીસનો ઉપયોગ કરે છે અથવા રકમ કાયદેસર હોય તે રીતે બીજાને મોકલે છે. આલ્બેનિયા અને પાકિસ્તાન જેવાં હાઈ રિસ્ક જ્યુરિસ્ડિક્શન્સ સહિત ઘણાં દેશોમાં થઈને નાણાં વિદેશ પહોંચે છે.
નેશનલ ઈકોનોમિક ક્રાઈમ સેન્ટરના ડેપ્યૂટી ડિરેક્ટર બેન રસેલે જણાવ્યું કે મોટા ભાગના (MSBs) નિયમોનું પાલન કરે છે અને કાયદેસર હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter