લંડનઃ બ્રિટનના સ્વર્ગસ્થ મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું કેન્ટ ખાતેનું એપાર્ટમેન્ટ જાહેર જનતા માટે ખુલ્લું મૂકાશે. આ એપાર્ટમેન્ટ વાલમેર કેસલમાં આવેલું છે. ક્વીન મધર ઊનાળામાં આ એપાર્ટમેન્ટમાં સમય ગુજારવાનું પસંદ કરતા હતા. કેસલ ખાતે ઇંગ્લિશ હેરિટેજના ક્યુરેટર કેથરિન બેડફોર્ડે જણાવ્યું હતું કે, વાલમેર કેસલ ખાતેનું આ એપાર્ટમેન્ટ પહેલીવાર જાહેર જનતા માટે ખુલ્લું મૂકાઇ રહ્યું છે. મુલાકાતીઓ ક્વીન મધર કેટલી સાદગીથી રહેતા હતા તે જોઇનેઆશ્ચર્ય પામશે. તસવીરમાં કેથરિન બેડફોર્ડ એપાર્ટમેન્ટની સજાવટ કરતાં નજરે પડે છે.