વાલસાલમાં છૂરાબાજી કરનાર 3ને 30 વર્ષની કેદ

Tuesday 16th April 2024 10:45 EDT
 
 

લંડનઃ 1 મે 2023ના રોજ વાલસાલમાં પાલફ્રે પાર્ક ખાતે આડેધડ છૂરાબાજી કરી 3 વ્યક્તિઓને જીવલેણ ઇજાઓ પહોંચાડનારા અવૈશ બટ્ટ, આદમ સિદાત અને ફિદા બટ્ટને કુલ 30 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યું હતું કે ત્રણે આરોપઓએ એક વ્યક્તિ સાથે તકરાર કરીને તેના પર છૂરા વડે હુમલો કરી દીધો હતો. આ વ્યક્તિને છોડાવવા વચ્ચે પડનારા તેના બે મિત્રને પણ ત્રણેયે ઇજા પહોંચાડી હતી. હુમલા બાદ ત્રણે ત્યાંથી ફરાર થઇ ગયાં હતાં. સીસીટીવી ફૂટેજના આધારે તેમને ઝડપી લેવાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter