લંડનઃ વાલસાલમાં કોકેન અને હેરોઇન જેવા ક્લાસ એ ડ્રગ્સની કાર્ટેલ ચલાવતા માસ્ટર માઇન્ડ એદીબ એહમદે પોલીસ દ્વારા તેના ઠેકાણાઓ પર પડાયેલા દરોડા બાદ તેનો અપરાધ સ્વીકારી લીધો છે. અદીબ એહમદ જુલાઇ 2023થી ડ્રગ્સનો કાળો કારોબાર કરી રહ્યો હતો. ગુપ્તચર બાતમી બાદ પોલીસે વાલસાલના ડેલ્વ્સ ખાતે આવેલી પ્રોપર્ટી પર 25મી માર્ચે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને હજારો પાઉન્ડની રોકડ રકમ પણ મળી આવી હતી. પોલીસે અદીબની ધરપકડ કરી હતી. અદીબે વૂલ્વરહેમ્પટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં અપરાધ કબૂલી લીધો હતો. અદાલત 29 એપ્રિલે અદીબ એહમદને સજાની સુનાવણી કરશે.