વાહનચાલકો સાવધાન: માત્ર 20 પેન્સનો સિક્કો 10,000 પાઉન્ડ સુધીના દંડથી બચાવશે

Tuesday 21st April 2026 12:20 EDT
 
 

લંડન: બ્રિટનમાં આ સપ્તાહના અંતે વાહનચાલકોને તેમના વાહનના ટાયરની તપાસ કરવા માટે 20p ટેસ્ટનો ઉપયોગ કરવાની ખાસ સલાહ આપવામાં આવી છે. ટાયર ઘસાઈ ગયા હોય તેવી સ્થિતિમાં વાહન ચલાવવું મોંઘું પડી શકે છે, કારણ કે નિયમભંગ બદલ ટાયર દીઠ 2,500 પાઉન્ડ સુધીના દંડની જોગવાઈ છે.

જો વાહનના ચારેય ટાયર કાયદાકીય મર્યાદા કરતા વધુ ઘસાયેલા જોવા મળે, તો વાહનચાલકને કુલ 10,000 પાઉન્ડ સુધીનો તોતિંગ દંડ થઈ શકે છે. નિષ્ણાતો સૂચવે છે કે ભલે અત્યારે મોટાભાગના વ્યવહારો ઓનલાઇન થતા હોય પરંતુ ટાયરની સુરક્ષા તપાસવા માટે રોકડ ઉપાડીને 20p નો સિક્કો મેળવવો ફાયદાકારક સાબિત થઈ શકે છે.

એપ્રિલ મહિનો તેના અચાનક આવતા વરસાદી ઝાપટા માટે જાણીતો છે. જ્યારે રસ્તા પર પાણી અને તેલ ભળે છે, ત્યારે ઘસાયેલા ટાયર રસ્તા પર પકડ ગુમાવી દે છે, જેનાથી વાહન લપસી જવાનું કે અકસ્માત થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.

શું છે '20p ટેસ્ટ'?

-          એક 20p નો સિક્કો લો.

-          તેને ટાયરના ગ્રુવમાં ઊભો મૂકો.

-          જો સિક્કાની બહારની ધાર દેખાતી રહેતી હોય, તો તેનો અર્થ એ છે કે ટાયરની ઊંડાઈ કાયદેસરની લઘુત્તમ મર્યાદા કરતા ઓછી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter