લંડનઃ ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) દ્વારા યુક્રેનયુદ્ધ પછી બ્રિટનની વૃદ્ધિની આગાહીને ઘટાડતા ચેતવણી આપી છે કે આગામી વર્ષે વિકસિત દેશોમાં બ્રિટનનો વિકાસ સૌથી ધીમો રહેશે. ધનવાન દેશોની પેરિસસ્થિત સંસ્થા OECD દ્વારા આગાહી કરાઈ છે કે બે આંકડાના ફૂગાવાના કારણે 2023માં યુકેની વૃદ્ધિ ઘટીને શૂન્ય ટકા થઈ જશે. 2021માં 7.4 ટકાનું મજબૂત વિસ્તરણ થયાં પછી આ વર્ષે વૃદ્ધિ ઘચીને 3.4 ટકા જોવા મળશે.
નિયંત્રણકારી બની રહેલી રાજકોષીય અને અને નાણાકીય નીતિઓ ઉપરાંત, ઘરપરિવારની વાસ્તવિક આવકમાં ઘટાડો અર્થતંત્રને મંદ બનાવવા પાછળના કારણોમાં એક હશે. સંસ્થાએ સરકારને ટેક્સના બોજાને વધારતા સહિત યોજનાબદ્ધ રાજકોષીય કોન્સોલિડેશન અને મહામારીના ગાળામાં દાખલ કરાયેલા આડેધડ નાણા ખર્વાના પગલાં ધીમા કરવાની હિમાયત કરી છે. OECDના રિપોર્ટમાં જણાવાયું છે કે ગ્રીનહાઉસ ગેસીસનું ઉત્સર્જન ઘટાડી 2050 સુધીમાં નેટ ઝીરો ગ્રીનહાઉસ ગેસીસના લક્ષ્યનેપાપ પાડવા ગ્રપીન ઈન્વેસ્ટમેન્ટ્સને વધારવાની આવશ્યકતા છે.
રિપોર્ટ અનુસાર યુક્રેન પર રશિયાના આક્રમણના પગલે વધી રહેલી એનર્જી કિંમતો અને સપ્લાય ચેઈન્સ ખોરવાઈ જવાથી યુકેના અર્થતંત્રને અસર પહોંચવાનું જોખમ છે. વધતી કિંમતોથી પરિવારોની આવક અને બચતો ધોવાઈ જશે તેમજ ઘણા પરિવારો જીવનનિર્વાહના વધતા ખર્ચાને સરભર કરવા વધુ કરજ લેશે. OECDના નિરાશાવાદી પ્રોજેક્શન્સ બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા આગામી ત્રણ વર્ષમાં ફૂગાવાકારી પરિમાણોમાંથી બહાર આવવામાં મંદતાની ચેતવણી સાથે બંધબેસતા છે.

