વિકસિત ભારતની દિશામાં મોદી 3.0નું પ્રથમ બજેટ

નિર્મલા સીતારામને ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓને ધ્યાનમાં રાખીને વિશેષ જાહેરાતો કરી

Tuesday 23rd July 2024 12:15 EDT
 
 

લંડનઃ ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા ગયા સપ્તાહમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના અભિયાનને આગળ વધારતું કેન્દ્રિય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલું આ સતત સાતમુ કેન્દ્રિય બજેટ હતું. નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના આ પ્રથમ બજેટમાં ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓને ધ્યાનમાં રાખીને વિશેષ જાહેરાતો કરવામાં આવી હતી. સીતારામને તેમના બજેટમાં યુવાઓને રોજગાર, ગરીબો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મકાનો, ખેડૂતોને વિશેષ રાહતો અને મહિલાઓને મુખ્ય ધારામાં લાવવા માટે વિશેષ જાહેરાતો કરી હતી.

બજેટમાં કરાયેલી વિવિધ ફાળવણી

સંરક્ષણ માટે – રૂ. 4,54,773 કરોડ

ગ્રામીણ વિકાસ માટે – રૂ. 2,65,808 કરોડ

કૃષિ ક્ષેત્ર માટે – રૂ. 1,51,851 કરોડ

હોમ અફેર્સ – રૂ. 1,50,983 કરોડ

શિક્ષણ માટે – રૂ. 1,25,638 કરોડ

આઇટી અને ટેલિકોમ – રૂ. 1,16,342 કરોડ

આરોગ્ય માટે – રૂ. 89,287 કરોડ

ઉર્જા ક્ષેત્ર માટે – રૂ. 68,769 કરોડ

સામાજિક કલ્યાણ માટે – રૂ. 56,501 કરોડ

વેપાર-ઉદ્યોગ માટે – રૂ. 47,559 કરોડ

મહિલાઓ માટે – રૂ. 3 લાખ કરોડ

યુવાઓને રોજગાર માટે – રૂ. 2 લાખ કરોડ

શું સસ્તું  થશે

કેન્સરની 3 દવા – મોબાઇલ ફોન – મોબાઇલ ફોન ચાર્જર – સોનુ અને ચાંદી – માછલી અને જિંગાનો ખોરાક – 25 અત્યંત આવશ્યક ખનીજ – પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ – ઓક્સિજન ફ્રી કોપર – પ્લેટિનમ – બ્લિસ્ટર કોપર – ફેરો નિકલ – જહાજ નિર્માણના ઇક્વિપમેન્ટ – સોલર એનર્જી પાર્ટ્સ – ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટ્સ

શું મોંઘું થશે

ટેલિકોમ માલ સામાન – પ્લાસ્ટિકનો માલસામાન – એમોનિયમ નાઇટ્રેટ – પીવીસી ફ્લેક્સ ફિલ્મ અને બેનર્સ – લેબોરેટરી કેમિકલ્સ – સોલર સેલ માટેના સોલર ગ્લાસ – નોન બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક

બજેટની મહત્વની જાહેરાતો

-          તમામ ઇન્વેસ્ટર્સ માટે એન્જલ ટેક્સ નાબૂદ

-          ડોમેસ્ટિક ક્રુઝ માટે સરળ કર માળખું

-          ફોરેન માઇનિંગ કંપનીઓને સુરક્ષિત હાર્બર રેટ્સ

-          વિદેશી કંપનીઓ પરનો કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 40 ટકાથી 35 ટકા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter