વિક્રમ દોરાઇસ્વામી 'ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન' એવોર્ડથી સન્માનિત

દોરાઇસ્વામીના કાર્યકાળમાં ભારત અને યુકે વચ્ચેના સંબંધો નવી ઊંચાઇ પર પહોંચ્યા

Tuesday 14th April 2026 10:47 EDT
 
 

લંડન: બ્રિટનમાં ભારતના હાઈકમિશનર વિક્રમ દોરાઈસ્વામીને પ્રતિષ્ઠિત 'ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન' સન્માન એનાયત કરવામાં આવ્યું છે. લંડનના ગિલ્ડહોલ ખાતે યોજાયેલા એક વિશેષ સમારોહમાં લેડી મેયર ડેમ સુઝાન લેંગલીના હસ્તે તેમને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

આ સન્માન ભારત અને યુકે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવામાં વિક્રમ દોરાઈસ્વામીના અમૂલ્ય યોગદાન માટે એનાયત કરાયું છે. તેમના કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્ચે રાજદ્વારી અને સાંસ્કૃતિક સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યાં છે.

વિક્રમ દોરાઈસ્વામીનો લંડન ખાતેનો કાર્યકાળ હવે પૂર્ણતાના આરે છે. આ પ્રતિષ્ઠિત સન્માન એવા સમયે મળ્યું છે જ્યારે તેઓ ટૂંક સમયમાં પોતાની નવી જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે. લંડન બાદ હવે તેઓ ચીનમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત થયા છે.

આ એવોર્ડ લંડન શહેરના ઈતિહાસમાં અત્યંત જૂનો અને ગૌરવશાળી ગણાય છે, જે અગાઉ વિશ્વની અનેક અગ્રણી હસ્તીઓને આપવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter