લંડનઃ ક્રોસ બોર્ડર હેલ્થકેર એક્સલન્સ અંતર્ગત લાઇફનિટી ગ્રુપના સ્થાપક વિજય ધવનગાલેને યુકે – ઇન્ડિયા હેલ્થ પાર્ટનરશિપ એવોર્ડ્સ 2025 અંતર્ગત એક્સલન્સ ઇન હેલ્થકેર પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. લંડનમાં હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે આ સમારોહ યોજાયો હતો. આ પુરસ્કાર યુકે અને ભારતમાં હેલ્થકેર સેક્ટરમાં અદ્વિતિય યોગદાન માટે અપાય છે. વૈશ્વિક સ્તરે નિદાન અને વેલનેસ સર્વિસ માટે ધવનગાલે અને તેમના ગ્રુપની પ્રશંસા કરવામાં આવી હતી.
ધવનગાલેએ જણાવ્યું હતું કે, આ સન્માન અમારી જરૂરીયાતમંદો સુધી સારવાર પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. ધવનગાલેના યોગદાનથી લાખો લોકોના જીવન બદલી શકાયાં છે. તેમની વિનામૂલ્યે નિદાનની સેવાઓ 3700 હોસ્પિટલોમાં ચાલી રહી છે અને દર વર્ષે 21 મિલિયન દર્દીઓનું નિદાન કરવામાં આવે છે.


