લંડનઃ ધર્મઝનૂનીઓ અથવા ત્રાસવાદના સમર્થકોને યુકેમાં પ્રવેશતા અટકાવવા ઈમિગ્રેશન અધિકારીઓ દ્વારા વિઝા અરજદારોના સોશિયલ મીડિયા પરના વલણોની ચકાસણી કરાશે. ઈપ્સોસ મોરીના સર્વે અનુસાર બ્રિટિશ મતદારોને કરતા પણ વધુ ચિંતા ઈમિગ્રેશન વિશે છે. અરજદારોએ કટ્ટરવાદ તરફ ઓનલાઈન સહાનુભૂતિ દર્શાવી છે કે કેમ તે માટે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ચકાસણી પણ કરાશે. યુએસમાં પણ આ પદ્ધતિ અપનાવાઈ છે.
યુકેમાં કટ્ટરવાદીઓનો પ્રવેશ રોકવામાં ઈમિગ્રેશન સત્તાવાળાને મદદ મળે તે માટે સરકારની ઉગ્રવાદવિરોધી નીતિમાં વધારાની જોગવાઈઓ કરાઈ છે. અરજદારોની પશ્ચાદભૂની તપાસમાં સોશિયલ મીડિયાના ઈતિહાસમાં તેમણે ભૂતકાળમાં ધર્મઝનૂની પ્રવૃત્તિઓ આચરી છે અથવા સહાનુભૂતિ દર્શાવી છે તેના પર ધ્યાન રાખવામાં આવશે.


