વિઝા રુલ્સ પુનઃસ્થાપિત કરવા ઓવરસીઝ ડોમેસ્ટિક વર્કર્સની માગ

Wednesday 29th April 2026 07:26 EDT
 

લંડનઃ યુકેમાં 16,000થી વધુ ઓવરસીઝ ડોમેસ્ટિક વર્ક્સનું પ્રતિનિધિત્વ કરતા ‘ધ વોઈસ ઓફ ડોમેસ્ટિક વર્કર્સ’ ગ્રૂપે તેમના વિઝા અધિકારો પુનઃસ્થાપિત કરવાની માગ કરી છે જેનાથી તેમણે શોષણ સામે રક્ષણ મળી શકે. આ ગ્રૂપે 50થી વધુ લેબર સાંસદોને પત્ર પાઠવ્યો છે તેમજ પાર્લામેન્ટની બહાર દેખાવો પણ કર્યા હતા.

ધ વોઈસ ઓફ ડોમેસ્ટિક વર્કર્સ’ ગ્રૂપ મુખ્યત્વે માઈગ્રન્ટ મહિલાઓનું બનેલું છે જેઓ યુકેમાં વિદેશી બોસીસ દ્વારા આયા-નેની, કેરર્સ અને ઘરકામ કરવા માટે નોકરીએ રખાય છે. તેઓ ઓવરસીઝ ડોમેસ્ટિક વર્કર (ODW) વિઝા સાથે સંકળાયેલા અને 1998માં લેબર સરકાર દ્વારા દાખલ કરાયેલા અધિકારો પુનઃ લાગુ કરવા સરકારને જણાવી રહ્યા છે. 2012માં એમ્પ્લોયર બદલવાના વિકલ્પ સહિત 6 મહિના પછી વિઝા રિન્યુ કરવા અરજી કરવાનો વિકલ્પ દૂર કરાયો હતો. આ પછી, કેટલાક અધિકારો પુનઃ લાગુ કરવામાં આવ્યા હતા.

ગ્રૂપના વડા મારિસ્સા બેગોનીઆએ જણાવ્યું હતું કે ODW વિઝા લાગુ કરવાથી વર્કર્સને ટ્રાફિકિંગ અને યૌનશોષણ સામે રક્ષણ મળશે. આ પ્રકારના અપરાધો નેશનલ રેફરલ મિકેનિઝમ મારફત રિપોર્ટ કરી શકાય છે તેવી સરકારની દલીલને ફગાવતાં મારિસ્સાએ કહ્યું હતું કે આ પુરતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter