વિઝિટર વિઝાધારકો પણ હવે ચોક્કસ જોગવાઇઓ સાથે યુકેમાં કામ કરી શકશે

નવા નિયમો અંતર્ગત વિઝિટર વિઝાધારકોને વધુ પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી અપાઇ

Tuesday 09th January 2024 11:06 EST
 
 

લંડનઃ 1 જાન્યુઆરી 2024થી અમલમાં મૂકાયેલા નવા વિઝા નિયમો વિઝિટર વિઝા ધરાવતા લોકોને યુકેમાં બિઝનેસ એક્ટિવિટી વિસ્તારવાની પરવાનગી આપે છે. ટુરિસ્ટ વિઝાધારકોને તેમના ક્લાયન્ટ સાથે કામ કરવા અને યુકેની મુલાકાત દરમિયાન રિમોટલી કામ કરવાની પરવાનગી અપાઇ છે. આ પગલાંની મદદથી દેશમાં બિઝનેસ અને ટુરિઝમને વેગ મળશે. વિઝા ગાઇડ વર્લ્ડના જણાવ્યા અનુસાર યુકે સરકારે ઇમિગ્રેશન નિયમોમાં કરાયેલા સુધારા જાહેર કર્યાં છે. જેમાં વિઝિટર વિઝાધારકોને વધુ પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી અપાઇ છે.

નિયમોમાં કરાયેલા બદલાવ

-          બ્રિટિશ અને ઇન્ટરનેશનલ શાખાઓ સાથેની કંપનીઓ દ્વારા નિયુક્ત કરાયેલા કર્મચારીઓ વિદેશમાં પણ ક્લાયન્ટ વર્ક કરી શકશે.

-          વિઝિટર્સ યુકેમાંથી કામ કરી શકશે પરંતુ તેમના રોકાણ માટે રિમોટ વર્ક પ્રાથમિક કારણ હોવું જોઇએ નહીં.

-          વૈજ્ઞાનિકો, રિસર્ચર અને એકેડેમિક્સને યુકેમાં રિસર્ચ કરવાની પરવાનગી અપાઇ છે

-          વકીલોને સલાહ આપવા, એક્સપર્ટ વિટનેસ તરીકે કામ કરવા, કાયદાકીય પ્રક્રિયાઓમાં ભાગ લેવા અને શિક્ષણ આપવાની પરવાનગી

-          પરમિટેડ પેઇડ એંગેજમેન્ટ વિઝિટર રૂટને સ્ટાન્ડર્ડ વિઝિટર રૂટમાં સમાવિષ્ટ કરી દેવાયો છે તેનો અર્થ એ થયો કે વેતનપાત્ર પ્રવૃત્તિ કરનારાને અલગ વિઝા લેવાની જરૂર રહેશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter