વિતેલું વર્ષ ૨૦૧૯ - બ્રિટનઃ બોરિસ જ્હોન્સનને અભૂતપૂર્વ બહુમતીઃ લેબરનો રકાસ

Wednesday 22nd January 2020 05:35 EST
 
 

(ગતાંકથી ચાલુ)

જુલાઈ

• દિવ્યાંગ સમીર કક્કડનો કાર માર્ગે અમદાવાદથી લંડન પહોંચ્યા
• સ્વિસ બેન્કોમાં બ્રિટિશરોના સૌથી વધુ નાણાં
• મંદિરો પર હુમલા - તોડફોડથી હિન્દુઓમાં આઘાત અને ચિંતા
• લેસ્ટરમાં યુકેનું પ્રથમ ડાયાબિટીસ વિલેજ
• વિલ્સડન શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે પ્રોજેક્ટનું ઉદઘાટન
• ઈંગ્લેન્ડના વર્લ્ડ કપ વિજયને વિવાદનું ગ્રહણ
• હું ભાવુક થઈ તો સવાલ શા માટે કરો છો? - થેરેસા મે
• સૌથી મોટા ગુલામી નેટવર્કનો પર્દાફાશઃ આઠ સભ્ય જેલહવાલે
• GHS પ્રેસ્ટન દ્વારા બે ચેરિટીઝને ચેક અર્પણ કરાયા
• બોરિસ જહોન્સનના હાથમાં દેશ અને કન્ઝર્વેટિવ પાર્ટીની કમાન
• યુકેમાં બંગાળી વિરાસત અને યોગદાનને સન્માનતા બેંગાલ પ્રાઈડ એવોર્ડસ
• ડેન્ટિસ્ટ અનિકા વાલિયા મિસ ઈંગ્લેન્ડની ગ્રાન્ડ ફાઈનલમાં

ઓગસ્ટ
• બોરિસ સરકારમાં એશિયનોનો દબદબો
• બોરિસ જહોન્સનની કેબિનેટમાં ગૃહ પ્રધાન બનતાં પ્રીતિ પટેલ
• એક્ઝિઓમ સ્ટોન સતત બીજા વર્ષે પ્રાઈડવ્યૂ ક્રિકેટકપ જીત્યો
• અપરાધીઓ માટે ઝીરો ટોલરન્સ નીતિનો અમલઃ પ્રીતિ પટેલ
• બ્રેકોન પેટા-ચૂંટણીમાં લિબ-ડેમનો વિજય
• ઈંગ્લેન્ડ અને વેલ્શમાં બાળજન્મ દર ૮૦ વર્ષના ચિંતાજનક તળિયે
• સરદાર પટેલની સિદ્ધિઓને બીરદાવવા લંડનમાં સરદાર વોક
• બ્રેક્ઝિટ માટે પાર્લામેન્ટને સસ્પેન્ડ કરવા બહુમતી બ્રિટિશરો રાજી
• પ્રતિભાવંત લોકોને આકર્ષવા નવી ફાસ્ટટ્રેક ઈમિગ્રેશન સિસ્ટમ જાહેર
• નવદંપતી એક સપ્તાહમાં મેરેજ રજિસ્ટર્ડ ન કરાવે તો £૧૦૦૦નો દંડ
• સ્વીન્ડન હિંદુ ટેમ્પલ એન્ડ કલ્ચરલ સેન્ટર દ્વારા રક્ષાબંધનની ઉજવણી
• ક્વીન એલિઝાબેથ – દ્વિતીય લોકપ્રિયતા સર્વેમાં પ્રથમ
• લોર્ડ માઉન્ટબેટન સમલૈંગિક હોવાનો FBI દસ્તાવેજમાં ઘટસ્ફોટ
• બ્રેડફર્ડ ટાઉન સેન્ટરમાં સ્વાતંત્ર્યદિનની શાનદાર ઉજવણી
• માત્ર એક વર્ષમાં ૫૦૩,૦૦૦થી વધુ ભારતીયોને યુકેના વિઝિટર વિઝા
• આંબેડકર હાઉસને મ્યુઝિયમ બનાવવા સામે નિવાસીઓનો વિરોધ
• ગીતા ફાઉન્ડેશન યોજીત ડો. સર્વેશભાઈ વોરાના ગીતા પ્રવચનોને સફળતા

સપ્ટેમ્બર
• નો ડીલ મુદ્દે જંગ – વડા પ્રધાન જહોન્સનની તત્કાળ ચૂંટણીની ધમકી
• પ્રિન્સ હેરી - મેગન રોયલ ફાઉન્ડેશન ચેરિટીમાંથી દૂર થયાં
• BAPS મંદિર નીસડન ખાતે ૨૫મા વર્ષની ઉજવણીનો પ્રારંભ
• નો ડીલ, તત્કાળ ચૂંટણી મુદ્દે બોરિસની ફરી હારઃ પાર્લામેન્ટ સસ્પેન્ડ
• ભારતીય હાઈ કમિશન પર પાકિસ્તાની દેખાવકારોનો બીજો હુમલો
• બ્રિટિશ એરવેઝના પાઈલોટ્સની હડતાળઃ ૧૫૦૦ ફ્લાઈટ્સ રદ
• સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે દ્વારા બાઈકિંગ ક્વિન્સનું સ્વાગત
• પાર્લામેન્ટ સસ્પેન્શન મુદ્દે હવે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
• લેસ્ટરના પાંચ આરોપીઓનું £૧૧ મિલિયનનું મની લોન્ડરિંગ કૌભાંડ
• ૧૯મા એશિયન એચિવર્સ એવોર્ડમાં સમાવેશિતાની ઉજવણી
• શ્રી વલ્લભનિધિ યુકે દ્વારા ઓર્ગન ડોનેશન વિશે ખાસ કાર્યક્રમ
• સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદોઃ પાર્લામેન્ટ સસ્પેન્શન ગેરકાયદે
• થોમસ કૂક નાદારઃ ૧૫૬,૦૦૦ બ્રિટિશ પર્યટકોની વતનવાપસીનું અભિયાન
• BBS UK દ્વારા ફેમિલી પિકનિક યોજાઈ

ઓક્ટોબર
• લેબર પાર્ટીના ભારતવિરોધી અભિયાન સામે પ્રચંડ આક્રોશ
• બહુમતી બ્રિટિશરો વહેલી ચૂંટણી માટે ઈચ્છુક
• BAPS નીસડન ટેમ્પલમાં પૂ. મહંત સ્વામીની ૮૬મી જન્મજયંતીની ઉજવણી
• નિઝામ ફંડના રૂ. ૩૦૬ કરોડ – ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું
• પ્રિન્સ હેરી અને મેગન દ્વારા બ્રિટિશ અખબારો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી
• લેસ્ટરના હિંદુ મંદિરમાં તોડફોડઃ દાનપેટીની રોકડની લૂંટ
• બોરિસનો નવો બ્રેક્ઝિટ પ્લાનઃ ઈયુને જરા પણ મંજૂર નહીં
• ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીઃ અહિસા તરફનો માર્ગ
• પાનખરમાં મહોરી વસંતઃ નવનાતી વડીલોનો પાંચ દિવસનો પ્રવાસ
• ક્વીન્સ સ્પીચમાં બ્રેક્ઝિટને સર્વોચ્ચ પ્રાથમિકતા
• ઈમિગ્રેશન સિસ્ટમમાં પોઈન્ટસ આધારિત મૂલ્યાંકન અપનાવાશે
• જેરેમી કોર્બીનને બ્રિટિશ ઈન્ડિયન સંસ્થાઓનો સામૂહિક પત્ર
• SMVSના સંસ્થાપક પૂ. બાપજીની સ્મૃતિમાં દિવ્યાંજલિ સભા યોજાઈ
• બોરિસે બ્રેક્ઝિટના મહાસંકટનો પહેલો કોઠો પાર કર્યો
• આ ધાર્મિક નહિ, માત્ર ભારતીય મુદ્દો છેઃ એકતાની અનેરી તાકાત
• PVS ખાતે દિવાળી વર્કશોપમાં બાળકોએ રંગોળી અને પેઈન્ટિંગ્સ બનાવ્યા
• જલસા ગ્રૂપનો દિવાળી જલસો નવનાત ભવનમાં

નવેમ્બર
• યુકેમાં ૧૨ ડિસેમ્બરે ચૂંટણીઃ ઈલેક્શન બિલ પાર્લામેન્ટમાં પસાર
• સર લિન્ડસે હોયલ કોમન્સના સ્પીકરપદે ચૂંટાયા
• HFBનો ૧૯મો દિવાળી કાર્યક્રમ હાઉસ ઓફ કોમન્સમાં ઉજવાયો
• હિન્દુજા પરિવાર દ્વારા દીપાવલિની ભવ્ય વાર્ષિક ઉજવણી
• ઓમ શક્તિ ડે સેન્ટરની દશાબ્દી સાથે દિવાળીની ઉજવણી
• વિદેશી ડોક્ટરો અને નર્સ માટે સૂચિત NHS વિઝા યોજનાની જાહેરાત
• કિથ વાઝે લેસ્ટર ઈસ્ટના સાંસદ પદેથી નિવૃત્તિ જાહેર કરી
• યુરોપના સૌથી મોટા વિવિધલક્ષી ‘ઈન્ડિયા ગાર્ડન’ પ્રોજેક્ટનો પ્રારંભ
• લંડનમાં ડભોઈવાસીઓનું પ્રથમ દિવાળી સંમેલન
• વર્કિંગ ક્લાસ પર ટોરી પાર્ટીનો અંકુશ વધ્યોઃ કોર્બીનની પીછેહઠ
• પ્રિન્સ ચાર્લ્સે ૭૧મો જન્મદિન ભારતમાં શાળાના બાળકો સાથે ઉજવ્યો
• NHSમાં પેપરલેસ ટેક્નોલોજી યુગઃ કાગળ પર પ્રિસ્ક્રિપ્શન્સ બંધ
• જૈનોએ અહિંસા શાંતિવન નિર્માણ માટે વૃક્ષારોપણ કર્યું
• પ્રિન્સ એન્ડ્રયુ રાજકીય ફરજોમાંથી બેદખલ
• પાંચ કિલો વજનનો £૫૦૦૦નો બહુમૂલ્ય કોઈન
• માન્ચેસ્ટરમાં ગાંધીજીની નવ ફૂટ ઉંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ

ડિસેમ્બર
• ચૂંટણી મહાસંગ્રામ માટે તખતો તૈયાર
• કોર્બીને આખરે લેબર પાર્ટીમાં એન્ટિ - સેમેટિઝમ મુદ્દે માફી માગી
• જૈન નેટવર્ક તરફથી સફળ ક્રિસમસ લંચ
• જૈન સેન્ટર, કોલિન્ડલમાં અઢાર અ ભિષેક વિધિ
• અમારું યુદ્ધ ઉગ્રવાદ વિરુદ્ધ – વડા પ્રધાન બોરિસ જહોન્સન
• નિરવ મોદી ભાગેડુ આર્થિક અપરાધી જાહેર
• કિંગ્સબરી સ્વામીનારાયણ મંદિર દ્વારા ફંડ રેઝિંગ માટે ક્રિકેટ મેરેથોન
• માન્ચેસ્ટર જૈન સમાજના નવા સેન્ટરનો સ્થાપના મહોત્સવ
• જહોન્સનને અભૂતપૂર્વ બહુમતીઃ લેબરનો રકાસ
• ભારતીય મૂળના ૧૫ પ્રતિનિધિ હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયા
• મહારાણીનું સંબોધનઃ બ્રિટનને આગળ લઈ જવા કૃતસંકલ્પ
• જહોન્સન બ્રેક્ઝિટ ડીલ બહુમતીથી પસાર (સમાપ્ત)
(સંકલનઃ જીતેન્દ્ર ઉમતિયા)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter