લંડનઃ વિદેશ પ્રવાસ કરતા ભારતીયો માટે પેમેન્ટ ઓપ્શનમાં વધારો કરતા ભારતીય રિઝર્વ બેન્કે ભારતમાં બેન્કો દ્વારા રૂપે પ્રિપેઇડ ફોરેક્સ કાર્ડ જારી કરવાને પરવાનગી આપી છે. ભારતીયો વિદેશમાં આ પ્રિપેઇડ કાર્ડનો ઉપયોગ એટીએમ, પીઓએસ મશીન અને વિદેશમાં હોય ત્યારે ઓનલાઇન ખરીદી માટે પણ કરી શકશે.
ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્તા દાસે જણાવ્યું હતું કે, તે ઉપરાંત ફોરેન જ્યુરિડિક્શનમાં પણ રૂપે ડેબિટ, ક્રેડિટ અને પ્રિપેઇડ કાર્ડને વાપરવાની પરવાનગી અપાશે જેથી તેને ભારત અને વિદેશમાં ઉપયોગમાં લઇ શકાશે. આ પગલાંથી રૂપે કાર્ડ વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય બનશે.
આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે દ્વિપક્ષીય વ્યવસ્થાઓ અને ઇન્ટરનેશનલ કાર્ડ સ્કીમ્સ સાથે કો-બેજિંગ એરેન્જમેન્ટ્સના કારણે રૂપે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય બનતાં આ નિર્ણય લેવાયો છે.


