વિદેશમાંથી મળતા પોલિટિકલ ડોનેશન માટેના નિયમો આકરાં બનાવાયા

ઉમેદવારે 2,230 પાઉન્ડ થી વધુના તમામ દાનની વિગતો જાહેર કરવી પડશે

Tuesday 07th July 2026 10:43 EDT
 
 

લંડનઃ ચૂંટણીમાં વિદેશી નાણાંના પ્રભાવને રોકવા સરકારે પોલિટિકલ ડોનેશન માટેના નિયમો વધુ આકરાં બનાવ્યા છે. હાઉસિંગ મિનિસ્ટર સ્ટીવ રીડે તેને શંકાસ્પદ ભંડોળ ગણાવ્યું હતું.  ગયા વર્ષે રિફોર્મ યુકેના એક ભૂતપૂર્વ રાજકારણીને રશિયા તરફી ભાષણો અને નિવેદનો આપવા માટે લાંચ લેવાના ગુનામાં જેલમાં મોકલવામાં આવ્યા બાદ સરકારે રાજકારણમાં વિદેશી નાણાકીય હસ્તક્ષેપની તપાસના આદેશ આપ્યા હતા.

હવેથી રાજકીય ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા પહેલા મળેલા 2,230 પાઉન્ડ થી વધુના તમામ દાનની વિગતો જાહેર કરવી પડશે અને સાબિત કરવું પડશે કે આ ભંડોળ કાયદેસરના સ્ત્રોતોમાંથી આવ્યું છે. હવે વિદેશથી બ્રિટનમાં આવીને વસતા વ્યક્તિઓએ જો 1,00,000 પાઉન્ડ કે તેથી વધુનું રાજકીય દાન આપવું હોય તો તેમણે ઓછામાં ઓછું એક વર્ષ બ્રિટનમાં કાયમી ધોરણે રહેવું પડશે. આ ઉપરાંત કંપનીઓ દ્વારા આપવામાં આવતા દાનનું મૂલ્યાંકન તેમની આવકના બદલે ભૂતકાળના કર-પછીના નફાના આધારે કરવામાં આવશે જેથી માત્ર બ્રિટન સાથે સંકળાયેલા કાયદેસરના વ્યવસાયો જ દાન આપી શકે તેની ખાતરી કરી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter