વિદેશી કામદારો સ્પોન્સર કરવાના નિયમો વધુ આકરા બનાવવાની કવાયત

લઘુત્તમ વેતન ન ચૂકવનાર અને વિઝા નિયમોનું ઉલ્લંઘન કરનારી કંપની કે બિઝનેસ પર બે વર્ષનો પ્રતિબંધ અને આકરી પેનલ્ટી લદાશે

Tuesday 03rd December 2024 10:08 EST
 
 

લંડનઃ કર્મચારીઓને લઘુત્તમ વેતન નહીં ચૂકવતી કંપનીઓ અને બિઝનેસ પર વિદેશી કર્મચારીઓ નિયુક્ત કરવા બે વર્ષ માટે પ્રતિબંધિત કરાશે. કંપનીઓ તેમના બ્રિટિશ કર્મચારીઓને નોકરી આપતા પ્રતિસ્પર્ધીઓને પછડાટ આપવા સસ્તા વિદેશી કર્મચારીઓનું શોષણ કરતી અટકે તે માટે વડાપ્રધાન કેર સ્ટાર્મર દ્વારા નિયમો આકરા બનાવવામાં આવી રહ્યાં છે.

હોમ ઓફિસ દ્વારા નિયમોમાં સુધારા કરાશે જે અંતર્ગત લઘુત્તમ વેતન નહીં ચૂકવવા સહિતના એમ્પ્લોયમેન્ટ કાયદાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરી વિદેશી કામદારોને નિયુક્ત કરતી કંપનીઓ પર પ્રતિબંધ લદાશે. હાલમાં હોમ ઓફિસ વિઝા નિયમોનું ઉલ્લંઘન કરનારી કંપનીઓનું વિદેશી કામદારોને સ્પોન્સર કરવાનું લાયસન્સ રદ કરી દેવામાં આવે છે.

એન્જેલા રેયનરના નવા એમ્પ્લોયમેન્ટ રાઇટ્સ બિલ અંતર્ગત જોબ સિક્યુરિટી અને ઝીરો અવર્સ કોન્ટ્રાક્ટ સહિતના મામલે નવા પગલાં દ્વારા એમ્પોલયમેન્ટ કાયદા અંતર્ગત નવી સત્તાઓ આપવામાં આવશે. સરકાર વિઝા નિયમોનું ઉલ્લંઘન કરનારી કંપનીઓ પર આકરી પેનલ્ટી લાદવાની પણ તૈયારી કરી રહી છે. તેના દ્વારા વિદેશી કામદારોનું શોષણ અટકાવી શકાશે.

આ કાયદો અમલમાં આવ્યા બાદ વિદેશી કામદાર નિયુક્ત કરનારી કંપનીએ પહેલાં બ્રિટિશ કામદારને તાલીમ આપવી પડશે. ત્યારપછી પણ કામદાર ન મળે તો જ તેઓ વિદેશી કામદાર નિયુક્ત કરી શકશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter