વિદેશી કામદારોના અભાવમાં મોટી સંખ્યામાં કેર હોમ બંધ થવાનું જોખમ

કેર હોમ્સ બંધ થતાં એનએચએસ પર દર્દીઓનો બોજો વધી જશે

Tuesday 12th December 2023 12:29 EST
 

લંડનઃ યુકેના ઇમિગ્રેશન નિયમોમાં આવી રહેલા બદલાવને પગલે મોટી સંખ્યામાં કેર હોમ બંધ થઇ જવાની સંભાવના છે જેના કારણે એનએચએસ પરનું ભારણ વધી જશે તેવી ચેતવણી આ સેક્ટરના અગ્રણી દ્વારા ઉચ્ચારાઇ છે. નવા નિયમ અંતર્ગત વિદેશી કેર વર્કર તેના આશ્રિતને યુકે લાવી શકશે નહીં.

2022માં વિઝા નિયંત્રણો હળવા કરાયા હાદ કેર સેક્ટરમાં વિદેશી કેર વર્કરોએ મહત્વની ભુમિકા ભજવી છે. સપ્ટેમ્બર 2023 સુધીના એક વર્ષમાં 1,44,000 વિદેશી કેર વર્કર યુકે આવ્યા અને તેમની સાથે તેમના 1,74,000 આશ્રિતને પણ લાવ્યા હતા.

આ પ્રકારનો પ્રતિબંધ વિદેશી કામદારોને યુકેથી દૂર કરી દેશે. કર્મચારીઓમાં ઘટાડો થવાના કારણે કેર હોમ્સ કર્મચારીઓની લઘુત્તમ સંખ્યા પણ જાળવી નહીં શકે તેથી તેમને બંધ કરવાની ફરજ પડશે. જેના પગલે એનએચએસ પર બોજો વધી જશે જે સરકારને કોઇ રીતે પોષાય તેમ નથી. વિદેશી કામદારોની સંખ્યામાં ઘટાડો થતાં ઘણા કેર હોમ બંધ થઇ શકે છે. સરકાર કહે છે કે સ્થાનિકોની ભરતી કરો પરંતુ આ સમસ્યા વર્ષોથી ચાલી આવી છે તે સરકારને સમજાતું નથી. આ સોશિયલ કેર સેક્ટર પર નવો કુઠારાઘાત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter