વિદેશી કેર વર્કરોનું વ્યાપક શોષણ થતું હોવાના આરોપ

Tuesday 05th December 2023 13:14 EST
 
 

લંડનઃ યુકેમાં પ્રવર્તતી કેર વર્કરોની અછતને નિવારવા વિદેશોમાંથી લવાતા કેર વર્કરોનું વ્યાપક શોષણ થતું હોવાનો આરોપ ટ્રેડ યુનિયન દ્વારા મૂકાયો છે. હજારો પાઉન્ડની અસામાન્ય ફીની વસૂલાત છતાં કેર વર્કરોને પાંચ પાઉન્ડ પ્રતિ કલાક કરતાં પણ ઓછું વેતન ચૂકવવામાં આવે છે.

ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિક ઇમિગ્રેશન ઘટાડવા માટે પગલાંની હિમાયત કરી રહ્યાં છે ત્યારે યુનિયનના જનરલ સેક્રેટરી ક્રિસ્ટિના મેરએનિઆએ જણાવ્યું હતું કે, માઇગ્રન્ટ કેર સ્ટાફ વિના કેર સિસ્ટમ ખોરવાઇ જશે. આ વર્કરો વિના સોશિયલ કેર ક્રાઇસિસનો ઉકેલ આવી શકે તેમ નથી.

કેર વર્કરો માટે એવો નિયમ છે કે જો તેને છૂટો કરવામાં આવે અથવા તો તેની કંપની બંધ થઇ જાય તો તેણે 60 દિવસમાં નવી નોકરી શોધી કાઢવી પડે છે અથવા તો દેશનિકાલનો સામનો કરવો પડે છે. તેના કારણે નોકરીદાતા કંપનીઓ દ્વારા કેર વર્કરોનું શોષણ કરવામાં આવી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter