વિદેશી કેર વર્કર્સને કાયમી વસવાટના નિયમોમાં રાહતના સંકેત

ઇમિગ્રેશન સુધારા મુદ્દે લેબરમાં બળવો, યુનિયનોનો પણ ઉગ્ર વિરોધ

Tuesday 29th September 2026 10:28 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં વિદેશી કામદારો માટે કાયમી વસવાટ (ઈન્ડેફિનેટ લીવ ટુ રિમેઇન) મેળવવો વધુ મુશ્કેલ બનાવવાની યોજના સામે કેબિનેટના સહયોગીઓ અને યુનિયનોના વધી રહેલા વિરોધ વચ્ચે હોમ સેક્રેટરી શબાના માહમૂદે  પ્રસ્તાવિત નિયમોમાં છૂટછાટ આપવાના સંકેત આપ્યા છે.

લેબર પાર્ટીની વાર્ષિક પરિષદને સંબોધતા હોમ સેક્રેટરીએ સ્વીકાર્યું હતું કે આ સુધારાઓના કેટલાક પાસાઓ અયોગ્ય હોવાની રજૂઆતો મળી છે. સરકાર કાયદેસર આવેલા માઇગ્રન્ટ્સ અને બ્રિટિશ નાગરિકો એમ બંનેના હિતોને સંતુલિત કરે તેવા ન્યાયી નિર્ણય પર પહોંચશે.

અગાઉ રજૂ કરાયેલી યોજના મુજબ, હેલ્થ અને કેર વિઝા પર આવેલા સોશિયલ કેર સેક્ટરના કામદારો માટે કાયમી નિવાસનો સમયગાળો 5 વર્ષથી વધારીને 15 વર્ષ કરવાનો પ્રસ્તાવ હતો, જેનો 2021 પછી આવેલા કામદારો પર પશ્ચાદ અસરથી અમલ કરવાનો હતો. આ સુધારા સામે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્જેલા રેયનર અને યુનિસન ટ્રેડ યુનિયને ભારે વિરોધ નોંધાવ્યો હતો અને વિદેશી કેર વર્કર્સ માટેના નિયમોમાં ફેરફાર પાછા ખેંચવા માંગ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter