વિદેશી ક્રિમિનલ્સને ‘માઈગ્રન્ટ ટ્રેકર’ રિસ્ટબેન્ડ્સ લગાવાશે

Thursday 18th August 2022 01:58 EDT
 
 

લંડનઃ હોમ ઓફિસ દ્વારા વિદેશી નાગરિકોની હેરફેર પર દેખરેખ રાખવાની કામગીરી વિસ્તરી રહી છે ત્યારે હજારોની સંખ્યામાં ‘માઈગ્રન્ટ ટ્રેકર’ રિસ્ટબેન્ડ્સની ખરીદી કરાઈ છે. ઘૂંટણ પરના ઈલેકટ્રોનિક GPS ટેગ્સ અને બાયોમેટ્રિક ટેગિંગની સાથોસાથ બારકોડ સ્કેનિંગ સિસ્ટમનો ઉપયોગ પણ હાથ ધરવામાં આવ્યો છે. આ માટે હોમ ઓફિસે નેવાર્કની સ્પેશિયાલિસ્ટ ટેકનોલોજી ફર્મ બારકોડ વેરહાઉસ સાથે લગભગ 150,000 પાઉન્ડનો કોન્ટ્રાક્ટ કર્યો છે.

હોમ ઓફિસ દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળની રકમના અડધાનો ખર્ચ ઓછામાં ઓછા 65,000 ‘માઈગ્રન્ટ ટ્રેકર’ રિસ્ટબેન્ડ્સ અને બાકીની રકમમાં સોફ્ટવેર અને હાર્ડવેરના ખર્ચનો સમાવેશ થાય છે. વિદેશી નાગરિકોને કયા સંજોગોમાં કાંડા પર આ બેન્ડ બાંધવામાં આવશે તેની સ્પષ્ટતા કરાઈ નથી. હાલ ગંભીર ક્રિમિનલ અપરાધ આચરનારા વિદેશી નાગરિકો પર ઈલેકટ્રોનિક GPS ટેગ્સ લગાવાય છે એટલું જ નહિ, યુકેમાં એસાઈલમ મેળવાવાની આશા સાથે આવનારા વિદેશી નાગરિકોને પણ આ ટેગ્સ લગાવાય છે જેની ભારે ટીકા થઈ રહી છે. હોમ ઓફિસના જણાવ્યા અનુસાર 2021ના ઓગસ્ટ પછી 2000થી વધુ વિદેશી ક્રિમિનલ્સને સફળતાપૂર્વક ટેગ્સ લગાવાયા છે. આ લોકોને વહેલી તકે દેશનિકાલ કરવામાં આવશે. સરકારે જાન્યુઆરી 2019 પછી આશરે 10,000થી વધુ વિદેશી ક્રિમિનલ્સને દેશનિકાલ કર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter