લંડનઃ યુકેની નોર્થઅમ્બ્રિયા યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગના ભારતીય અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ ઉદકર્ષ યાદવને એક વિદ્યાર્થિનીના રૂમમાં ગેરકાયદેસર રીતે ઘૂસી હસ્તમૈથુન કરવાના આરોપસર 14 મહિનાની બે વર્ષ માટે સસ્પેન્ડેડ કેદની સજા કરાઇ છે. ઉદકર્ષના પિતા ભારતમાં કન્સ્ટ્રક્શન બિઝનેસ ધરાવે છે. અદાલતે દોષી ભારતીય વિદ્યાર્થીને 200 કલાક વિના વેતન કામ કરવા અને વિદ્યાર્થિનીના સોફ્ટ ટોય્ઝ અને ચાદરો બગાડવાના વળતર પેટે 117 પાઉન્ડ ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.
ઉદકર્ષ યાદવ ક્રિસમસ બ્રેક દરમિયાન એક વિદ્યાર્થિનીના રૂમમાં ઘૂસી ગયો હતો અને હસ્તમૈથુન કરી તેના સોફ્ટ ટોય્ઝ અને ચાદર બગાડ્યાં હતાં. આ સમયે વિદ્યાર્થિની ક્રિસમસ વેકેશન પર ગઇ હતી. યાદવે જિમ કી કાર્ડ ચોર્યું હતું જેના વડે તે કોઇપણ રૂમ ખોલી શક્તો હતો.
હવે યુનિવર્સિટી પણ યાદવને અભ્યાસક્રમમાંથી કાઢી મૂકીને ઘરભેગો કરવા વિચારણા કરી રહી છે.