વિદ્યાર્થીઓના અભાવે ઇંગ્લેન્ડમાં પ્રાથમિક શાળાઓ બંધ કરવાની નોબત

જન્મદરમાં ઘટાડો, મોંઘવારી, કોવિડ જેવી બાબતો જવાબદાર

Tuesday 19th December 2023 13:37 EST
 

લંડનઃ વિદ્યાર્થીઓની ઘટી રહેલી સંખ્યાના કારણે સમગ્ર ઇંગ્લેન્ડમાં પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી રહી છે. આ માટે ઘટેલો જન્મદર અને મોંઘવારી, બ્રેક્ઝિટ અને કોવિડ પણ જવાબદાર હોવાનું મનાય છે. કેટલીક શાળાઓને એકબીજામાં ભેળવી દેવામાં આવી રહી છે તો કેટલીક શાળાઓમાં વર્ગની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે.

સૌથી વધુ અસર લંડનના પરાવિસ્તારોમાં જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં શાળાઓ બંધ કરવામાં આવી રહી છે. અન્ય શહેરોમાં પણ ઓછા વિદ્યાર્થીઓના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઇ છે. લંડનના હેકની અને લામ્બેથ બરોએ સંખ્યાબંધ શાળાઓ બંધ કરવાના પ્રસ્તાવોની જાહેરાત કરી છે. લામ્બેથમાં શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 4000 જેટલી ઘટી છે.

લંડનના 32 સ્થાનિક સત્તામંડળોનું પ્રતિનિધિત્વ કરતી લંડન કાઉન્સિલ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બરો સ્થાનિક શાળાઓને સહાય માટે કામ કરી રહ્યાં છે જેથી તેઓ આર્થિક રીતે પણ ટકી રહે. તેમ છતાં અન્ય કોઇપણ વિકલ્પ ન રહ્યાં હોવાના કારણે શાળાઓ બંધ કરવી જરૂરી બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter