વિદ્યાર્થીઓને ઓટમ રજામાં એક સપ્તાહનો વધારો

Wednesday 20th July 2016 06:21 EDT
 
 

લંડનઃ ખર્ચાળ રજાઓ ગાળવામાં માતાપિતાને મદદરુપ બની શકાય તે માટે વિદ્યાર્થીઓને ઓટમમાં એક સપ્તાહ વધારાની રજા આપવા બ્રાઈટન અને હોવ સિટી કાઉન્સિલે જાહેરાત કરી છે. સરકારી શાળાઓમાં ૧૬ ઓક્ટોબર, ૨૦૧૭થી પરંપરાગત એક સપ્તાહની હાફ-ટર્મ રજાઓને બમણી કરી દેવાશે. ૨૦૧૮ અને ૨૦૧૯ના શૈક્ષણિક વર્ષમાં પણ આ પ્રયોગ આગળ ચલાવાશે.

કાઉન્સિલરોએ આશા વ્યક્ત કરી છે કે શાળાના હોલિડે ટાઈમટેબલમાં ફેરફારથી ઉનાળાના ભારે ખર્ચાળ વેકેશનના બદલે પેરન્ટ્સને બાળકો સાથે સસ્તી રજાઓ માણવાની તક મળશે. જોકે, રજાઓમાં ફેરફારથી બાળકોને શિક્ષણના દિવસોની સંખ્યામાં કાપ નહિ આવે. ત્રણ મુખ્ય ટર્મના આરંભ અને અંત બાબતે થોડો બદલાવ કરવામાં આવશે. જો બાળકોને ચાલુ ટર્મ દરમિયાન રજાઓ ગાળવા લઈ જવાય તો ભારે દંડ ભરવાની નોબત આવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter