વિદ્યાર્થીઓમાં એઆઇનો ઉપયોગ કરી અભદ્ર તસવીરો તૈયાર કરવાનો ખતરનાક ટ્રેન્ડ

આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા શાળા સત્તાવાળાઓને આહવાન

Tuesday 28th November 2023 10:56 EST
 

લંડનઃ બ્રિટિશ શાળાઓના વિદ્યાર્થીઓમાં એક ખતરનાક ટ્રેન્ડ જન્મ લઇ રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના દુષ્પરિણામો અત્યારથી સગીર પેઢીમાં જોવા મળી રહ્યાં છે. વિદ્યાર્થીઓ દ્વારા એઆઇનો ઉપયોગ કરીને અન્ય વિદ્યાર્થીઓની અભદ્ર તસવીરો તૈયાર કરવામાં આવી રહી છે જે અત્યંત ચેતવણીસમાન છે.

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે પહેલીવાર સામે આવ્યું છે કે વિદ્યાર્થીઓ એઆઇ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અન્ય વિદ્યાર્થીઓની અભદ્ર તસવીરો તૈયાર કરી રહ્યાં છે જે કાયદાની દ્રષ્ટિએ ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ ગણાય છે.

યુકે સેફર ઇન્ટરનેટ સેન્ટરના ડિરેક્ટર એમ્મા હાર્ડીએ જણાવ્યું હતું કે, આ તસવીરો અત્યંત વાસ્તવિક લાગે છે. આ તસવીરોની ગુણવત્તા અત્યંત ઉચ્ચ છે. તેથી બાળકોને આ મામલે ચેતવવા જોઇએ. આ દુષણ ઇન્ટરનેટ પર પણ ઝડપથી પ્રસરી શકે છે તેથી બાળકોને અજાણ્યા લોકો અને સેક્સભૂખ્યા લોકો સામે આવતાં રોકવા જોઇએ. આ ટેકનોલોજીના દુરુપયોગની સંભાવના ઘણી મોટી છે. શાળાઓએ પણ સિસ્ટમ બ્લોક કરીને આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter