વિધવાઓ માટે ભંડોળ એકત્ર કરવા આંતરરાષ્ટ્રીય ધારાશાસ્ત્રીનો સાયકલ પ્રવાસ

ત્રીજી ફેબ્રુઆરી ૨૦૨૦થી કન્યાકુમારીથી શ્રીનગર સુધી ૪૫૦૦ કિલોમીટરના પ્રવાસનું ૪૫ દિવસે સમાપન

Wednesday 11th December 2019 05:05 EST
 
 

લંડનઃ આંતરરાષ્ટ્રીય ધારાશાસ્ત્રી ક્રિસ પારસન્સ વિધવાઓ માટે ભંડોળ એકત્ર કરવા સમગ્ર ભારતનો અભૂતપૂર્વ સાયકલ પ્રવાસ કરશે. તેમના ૪૫૦૦ કિલોમીટરના સાયકલ પ્રવાસનું સાહસ ત્રીજી ફેબ્રુઆરી ૨૦૨૦થી આરંભાશે. છેક દક્ષિણના ભારતીય શહેર કન્યાકુમારીથી શરૂ થઈ હિમાલયની તળેટીના કાશ્મીરના શ્રીનગરમાં ૪૫ દિવસે તેનું સમાપન થશે.

આંતરરાષ્ટ્રીય કાનૂની પેઢી હર્બર્ટ સ્મિથ ફ્રીહિલ્સની ભારતીય પ્રેક્ટિસના ચેરમેન ક્રિસ યુએન દ્વારા માન્ય ગ્લોબલ ચેરિટી સંસ્થા લૂમ્બા ફાઉન્ડેશન વતી ભારતમાં ગરીબ વિધવાઓ અને તેમના બાળકોની મદદ માટે ૪૫૦,૦૦૦ ડોલર એકત્ર કરવા આ સાહસ ખેડી રહ્યા છે. તેઓ ૨૦૧૧થી લૂમ્બા ફાઉન્ડેશનના એમ્બેસેડર છે. લોર્ડ રાજ લૂમ્બા CBE અને તેમના પત્ની લેડી વીણા લૂમ્બા દ્વારા ગ્લોબલ ચેરિટી સંસ્થા લૂમ્બા ફાઉન્ડેશનની સ્થાપના ૧૯૯૭માં લંડન ખાતે કરાઈ હતી. યુએસ અને ભારતમાં પણ લૂમ્બા ફાઉન્ડેશનની ભગિની સંસ્થાઓ છે.

ક્રિસ પારસન્સે જણાવ્યું હતું કે, ‘દુર્ભાગ્યે ભારતમાં પતિના અવસાન સાથે ઘણી વિધવાઓ નિરાધાર બની જાય છે. અહીં જ લૂમ્બા ફાઉન્ડેશનનો પ્રવેશ થાય છે. વિધવાઓ પોતાની અને તેમના પરિવારને સપોર્ટ કરી શકે તે માટે આ સંસ્થા તેના સશક્તિકરણ કાર્યક્રમો સાથે તેમને આત્મનિર્ભર બનાવવા કૌશલ્ય તાલીમ તેમજ અન્ય મદદ પૂરી પાડે છે.

ક્રિસ લગભગ એક દાયકાથી લૂમ્બા ફાઉન્ડેશન માટે ભંડોળ એકત્ર કરવા વિવિધ પડકારો ઉપાડી રહ્યા છે. તેમણે ૨૦૧૧માં લંડનથી જિબ્રાલ્ટર સુધી ૨૦૦૦ કિલોમીટરનો સાયકલ પ્રવાસ ખેડી વિધવા માતાઓનાં ૨૩૦ બાળકોને પાંચ વર્ષ સુધી શિક્ષણ આપવા પર્યાપ્ત ૨૦૦,૦૦૦ ડોલર એકત્ર કર્યા હતા. આ ઉપરાંત, ૨૦૧૫માં મુંબઈથી ૩૦ દિવસમાં બેંગલુરુ પગપાળા ૩૦ મેરેથોન પ્રવાસનો પ્રોજેક્ટ પાર પાડ્યો હતો. આ સાહસમાં તેમણે ૩૦૦,૦૦૦ ડોલર એકત્ર કર્યા હતા, જેના થકી ભારતમાં ૯૦,૦૦૦ વિધવાઓના વસવાટ ધરાવતા વારાણસી શહેરમાં ૫૦૦૦ વિધવાને સહાય મળી હતી. આ પ્રોજેક્ટ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરાયો હતો.

ક્રિેસે જણાવ્યું હતું કે, ‘વિધવાઓના બાળકોને જ્યાં શિક્ષણ અપાય છે તેવી દીલ્હીની શાળાઓની મેં જાતમુલાકાત લીધી હતી. હું વારાણસી સહિતના સ્થળોએ લૂમ્બા ફાઉન્ડેશનની મદદથી સ્વનિર્ભર બનેલી સંખ્યાબંધ વિધવાઓને મળ્યો હતો. અત્યાર સુધીના તેમના સૌથી મોટા સાહસના આરંભને ૬૦થી ઓછા દિવસ બાકી રહ્યા છે ત્યારે ક્રિસ બને તેટલી તાલીમ લઈ રહ્યા છે. પોતાના માનસિક આરોગ્ય અને ભૂતકાળના આલ્કોહોલ વ્યસન સંબંધિત વિજય મેળવવા સહિત મુદ્દાઓ પર નિખાલસ વાતો કરવા સાથે તેમણે જણાવ્યું હતું કે, ‘મારા માટે આ મોટો માનસિક અને શારીરિક પડકાર હોવાથી થોડી ચિંતા અવશ્ય છે. આ ઉદ્દેશ મારા દિલની નજીક હોવાથી આવશ્યક ભંડોળ એકત્ર કરવા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.’ ક્રિસ હાલ આંતરરાષ્ટ્રીય કાનૂની પેઢી હર્બર્ટ સ્મિથ ફ્રીહિલ્સ ખાતે મેન્ટલ વેલબીઈંગ ચેમ્પિયન છે.

લોર્ડ રાજ લૂમ્બાએ જણાવ્યું હતું કે,‘યુએન વિમેન અનુસાર વિશ્વમાં આશરે ૨૮૫ મિલિયન વિધવા અને તેમના ૫૦૦ મિલિયનથી વધુ બાળકો છે, જેઓ પોતાના કોઈ દોષ વિના ભેદભાવપૂર્ણ અને નિરાધાર જીવન વીતાવી રહ્યાં છે. લૂમ્બા ફાઉન્ડેશને વિધવાઓની મદદમાં હરણફાળ ભરી છે પરંતુ, હજું ઘણું કાર્ય કરવાનું બાકી છે. જો ક્રિસ અમને ભારતમાં વધુ વિધવાઓ અને તેમના બાળકોની મદદ માટે જાગૃતિ લાવવા અને ભંડોળ એકત્ર કરવામાં મદદ કરશે તે તેની બાઈક પર જે એક કિલોમીટર કાપશે તે મૂલ્યવાન બની રહેશે.

ક્રિસે અત્યાર સુધી ૪૫૦,૦૦૦ ડોલર એકત્રીકરણનું ૬૦ ટકા લક્ષ્ય પૂર્ણ કર્યું છે. યુકે અને બાકીના વિશ્વમાં દાન આપવા ‘Justgiving Cycling For Widows 2020 ’ તેમજ ભારતમાં દાન આપવા ‘Ketto Cycling For Widows 2020 ’નો સંપર્ક કરી શકાશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter