વિન્ટર ફ્યુઅલ લાભાર્થીઓને વધારાના 300 પાઉન્ડની સહાય અપાશે

Wednesday 02nd November 2022 05:35 EDT
 
 

લંડન

ક્રિસમસ પહેલાં બ્રિટનના લાખો પરિવારોના બેન્ક ખાતાઓમાં કોસ્ટ ઓફ લિવિંગ પેમેન્ટ અંતર્ગત વધારાના 300 પાઉન્ડ જમા થશે. આ વધારાની આર્થિક સહાય અત્યારે ઓછી આવક ધરાવતા પરિવારોને બે હપ્તામાં ચૂકવાઇ રહેલી 650 પાઉન્ડ અને વીજળી બિલમાં રાહત માટે તમામ પરિવારોને ચૂકવાઇ રહેલી 400 પાઉન્ડની સહાય ઉપરાંતની રહેશે. વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ માટે ક્વોલિફાય થતા પેન્શનરોને આ 300 પાઉન્ડની સહાય મળશે. રિશી સુનાક ચાન્સેલર હતા ત્યારે ટોરી સરકાર દ્વારા આ સહાય આપવાની જાહેરાત કરાઇ હતી. સરકારની વેબસાઇટના જણાવ્યા અનુસાર આ રકમ નવેમ્બર અથવા ડિસેમ્બરમાં સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા થઇ જશે.સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જો તમે 2022થી 2023ના શિયાળા માટે વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ મેળવવા પાત્ર છો તો નવેમ્બર 2022થી તમને તમારા નોર્મલ પેમેન્ટની સાથે વધારાના 300 પાઉન્ડની ચૂકવણી કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter